________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૫ )
સાથે પ્રેમ હોય છે. તેને તેનાવિના ગમતું નથી. પ્રેમીના વિરહુ બહુ દુ:ખદાયી હોય છે. સ્કૂલ ભૂમિકામાં પણ પ્રેમીના વિરહે પ્રેમી લલનાએ પ્રાણને પણ તૃણવત્ ગણે છે, તા સમ આત્મભૂમિકામાં સુમતિના પ્રેમ . આત્મા ઉપર અથાગ હાય, એમાં કોઈપણ પ્રકારનું આશ્ચર્ય જણાતું નથી.
સુમતિ કહે છે કે, હું સ્વામિન્ ! આપશ્રીના વિરહે વિરહરૂપ સર્પે રાત્રીના વખતમાં મારી શય્યાને ખૂંદી નાખી, અર્થાત્ ખરાબ કરી દીધી; પ્રેમમય સુમતિને વિરહ એક સર્પરૂપ ભાસે છે. સર્પ જેમ ભયંકર અને પ્રાણુવિનાશક છે; તેમ વિરહ પણ પ્રેમમય સ્ત્રીને ભયંકર અને પ્રાણવિનાશક લાગે છે. અંધકારમાં સર્પનું જોર જેમ વિશેષ હોય છે, તેમ રાત્રીમાં વિરહરૂપ સર્પનું ઝેર વિશેષ હોય છે. ઉત્તમ પ્રેમની સ્થિતિમાં વિરહ તે સર્પ સમાન ભાસ્યાવિના રહેતા નથી. સુમતિના પેાતાના આત્મસ્વામીપર કેટલા બધા પ્રેમ છે, તે આ તેના શબ્દોજ જણાવી આપે છે. હંસીપણુ હંસવિના પ્રાણના ત્યાગ કરે છે. સારેવડી (સારસ પંખીણી) પણ સારેવડા પંખીવિના જીવી શકતી નથી. પંખીઓમાં પણ આવા પ્રેમ હાય છે, ત્યારે સુમતિના આત્માપર અમેય પ્રેમ હાય એમાં શું કહેવું ?
સમતા આટલું કહીને બેસી રહેતી નથી, પણ હજી તે આગળ પાતાની વિતક વાર્તા જણાવે છે. મોયળવાન થા મિટી. ભાજન અને જલપાન કરવાનું તા દૂર રહ્યું, કિન્તુ તેની કથા પણ પતિના વિરહે મટી ગઈ, અર્થાત્ ટળી ગઈ. પતિવિના ભાજન અને પાનનું પણ ભાન રહ્યું નથી. ભેાજન અને પાન કર્યાં.વિના ચાલતું નથી, પણ સુમતિ તે ચૈતન પતિના વિરહે શરીરનું ભાન ભૂલી ગઈ. શરીર કેાના માટે ઉભું રાખવાનું છે? પતિના વિરહે શરીરની કિસ્મત પણુ નથી, તે પછી ભેાજન પાનની કથા કરવાની વાતજ ક્યાં રહી. ઉચ્ચ નિષ્કામ પ્રેમની ધૂનમાં તેણીને શરીર નભાવવાનું ભાન ન રહે તે મનવા યાગ્ય છે, અર્થાત્ પ્રેમની આગળ ભાજન, પાન અને શરીર પણ અસારભૂત છે.
જગની સ્થૂલ ભૂમિકામાં પણ પ્રેમની આગળ શરીર, પ્રાણ અને ભેજનાદિની અસારતા, ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓને ભાસે છે. પ્રેમના સમાન કાઈ સંયોગીકરણ નથી. સેંકડો યોજન દૂર છતાં ચારના ચન્દ્રપર પ્રેમ લાગી રહ્યો હેાય છે. સાત રાજલાક પર્યંત સિદ્ધ પરમાત્મા દૂર છે તે પણ, યોગિયાના સિદ્ધોના ઉપર પરમ પ્રેમ વર્તે છે. જે પ્રેમને કાઢી નખાય તેા સંબન્ધની વ્યાખ્યા નિર્મૂલ થઈ જાય છે. અગ્નિના બળથી જેમ અગ્નિયંત્ર ચાલે છે, તેમ પ્રેમના બળથી
લ. ૩૪
For Private And Personal Use Only