________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૩) અનેકશઃ અનેક ના મિત્ર તરીકે સંબધ ધારણ કરવો પડ્યો. અનેકશઃ અનેક જીવોની સાથે શત્રુ તરીકેનો સંબન્ધ ધારણ કરવો પડ્યો. હે ભગવન્! અનેકશઃ અનેક જીવોની સાથે સ્ત્રી તરીકેના સંબન્ધ ધારણ કરવા પડ્યા. જગતમાં કર્મના યોગે અનેક પ્રકારના અવતારે લેવા પડ્યા. કોઈ વખત રાજા થયો અને કઈ વખત રજ (ધૂળ)ની સમાન જગતમાં ગણું. દેવતાઓના પતિ ઈન્દ્ર અને ચન્દ્રાદિના અવતાર ધારણ કર્યા અને ઘણુંવાર કીટ અને ભંગના અવતાર ધારણ કર્યા. એમ આપની આગળ હે ભગવન્ ! વૃત્તાંત મારું કહું છું. જગત્માં સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદના વેગે કામીની અવસ્થા ધારણ કરી. હે ભગવન્ ! અનેક પ્રકારનાં નામ ધારણ કર્યો, તેમાં ક્યા કયા નામની યાદી કરૂં? નામ અને રૂપમાં જગતના જીવો બંધાય છે અને પિતાનું શુદ્ધ સ્વરૂપ પારખી શકતા નથી. અનેક પ્રકારના રોગ સહન કર્યા, તેમજ અનેક પ્રકારના ઈન્દ્રિયજન્ય ભેગો ભેગવ્યા, પણ જરા માત્ર શાંતિ પામ્યું નહિ. વિધિ અને નિષેધનાં નાટક ધારણ કરીને આઠ પ્રકારના વેષથી છવાય. કેટલીક પ્રતિયોમાં મેલકાચા એ પણ પાઠ છે. ભેખરૂપ સ્થાનથી છવાયે, એવો તેને અર્થ કર. છ પ્રકારની ભાષા, ચાર વેદ અને તેના અંગોના શુદ્ધ પાઠ ભણે, પણ હે ભગવન ! આત્મામાં ઉતર્યાવિના અને યથાવિધિ સેવાભક્તિથી તેની આરાધના કર્યા વિના મારું ઠેકાણું પડયું નહિ. હે પરમામદેવ! આપના સમાન ગજરાજને પામ્યા છતાં પણ મેહુરૂ૫ ગર્દભ૫૨ ચઢીને સંસારમાર્ગમાં દેડ્યો, સારા ઘરનું વા પિતાના અસંખ્યાત પ્રદેશરૂપ ગૃહનું આનન્દરૂપ પાયસ ભોજનનો ત્યાગ કરીને પુદ્ગલરૂપ એઠઅનાજની ભીક્ષા મેં માગી ખાધી. હે ભગવન્! સંસારની લીલાભૂમિમાં વેગે નાચીને હવે તે તમારા શરણે આ દાસ આવ્યું છે-આપનું શરણું પામીને શરીરના રેમે રેમે પુલકિત થયો છું. આપના દર્શનથી પરમલાભ પામ્યો છું. પરમાત્મા વીતરાગદેવના શરણે આવવાથી કર્મને સંબધ બિલકુલ રહેતો નથી. પરમાત્માનું શરણુ, પરમાત્માને આશ્રય, ખરેખર સર્વ પ્રકારના ગુણેને પ્રગટાવે છે, મન, વચન અને કાયાનું અર્પણું પરમાત્માને કર્યા વિના પરમાત્માનું શરણું કર્યું કહેવાતું નથી. અહંન્દ્ર અને મમત્વના પરિણામને લય કરીને પરમાત્માના સ્વરૂપમાં લીન થઈ જવું, તેજ પરમાત્માનું શરણ કર્યું કહેવાય છે. પરમાત્માને શુદ્ધપ્રેમથી પ્રાપ્ત કરી શકાય છે. શુક્રપ્રેમના યોગે અન્તરમાં રહેલું શુદ્ધ પરમાત્મત્વ પ્રગટ થાય છે. શ્રીમદ્ આનન્દઘનજી હવે પ્રભુને કેવી રીતે વિનવે છે તે દર્શાવે છે,
ભ. ૩૫
For Private And Personal Use Only