________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૨) વિધિનિષેધ નાદા ધરી, મેકાટ (ય) છાયો મારા પર વાર, સાં શુદ્ધ પઢાયો. as ! .. तुमसे गजराज पाय, गर्दभ चढी धायो॥ પાયલ સુપ્રદ વિસારી, મીણ નાક વાયો. વન ! लीलाभु हटुक नचाय, कहोजु दास आयो॥ જેમ જેમ પુતિ , પામ ગ્રામ પાયો. | વૈજ્ઞ૦ + ૭ |
ભાવાર્થ:-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, વિતરાગ પરમાત્માને કૃણું કહીને તેની સ્તુતિ કરે છે. તેઓ શ્રીવ્રજદેશમાં ગયા હોય અને તત્સમયે પરમાત્માજ કૃષ્ણરૂપ છે, એવું સાપેક્ષ દૃષ્ટિથી વર્ણન કર્યું હોય! તેમ લાગે છે. વ્રજ એટલે સમૂહ. આત્માને અસંખ્ય પ્રદેશરૂપ વ્રજ દેશ જાણુ અને તેના પરમાત્મા નાથ હોવાથી વ્રજનાથ કહેવાય છે. ગુણેના સમુદાયને વ્રજ કહે અને તેના નાથ પરમાત્મા વીતરાગ અવબોધવા. શ્રીમદ્દ આનન્દઘનજી, પરમાત્માની ભક્તિના પોતે ભક્ત-સ્વાભાવિક રીત્યા બનીને ભક્તિનું અદ્ભુત ચિત્ર હૃદયમાં ચિત્ર છે અને હૃદયની ઉદ્દભવતી ભક્તિની ઊમયે વાણુથી બહાર કાઢે છે.
પરમાત્માની ભક્તિથી સર્વ પ્રકારનાં પાપ ટળે છે, પણ પ્રભુની સેવાવિના અનતકાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરવું પડ્યું; જ્ઞાન દર્શન, ચારિત્ર, વીર્ય અને અનન્તસુખના નાથ, એવા પરમાત્માની ભક્તિ, સેવા અને તેમના ધ્યાનવિના ચેતન જગતમાં કંદ મૂળાદિ અવતારોમાં હાથોહાથે વેચાયો, ગૌ આદિ પશુઓના તથા ગુલામેના અવતારમાં ઘણીવાર વેચાય. સંસારમાં ચારે તરફ અવલોકતાં પરમાત્મદેવવિના વચ્ચે અન્ય કેઈ શરણ મારી દ્રષ્ટિમાં આવ્યું નહિ. સલ ગુણાગાર અને અષ્ટાદશ દોષરહિત પરમાત્મદેવ વિના અન્ય કઈ જગતમાં શરણુ નથી, માટે હે દેવ ! હવે હું તારે શરણે આવ્યું છું. શ્રીપરમાત્મ પ્રભુની ભક્તિમાં લયલીન થયાવિના અને સર્વ પ્રકારની ભ્રાંતિને ટાળીને પરમાત્માનું શરણું કર્યા વિના જીવની સંસારમાં કેવી દશા થઈ તે હવે શ્રીમદ્ દર્શાવે છે.
અનેક પ્રકારના જનનીના અવતાર થયા, તેમજ અનેકશઃ પિતા તરીકેના અવતાર ધારણ કર્યા. જગતમાં અનેકશઃ પુત્રોના અવતાર ધારણ કર્યા, તેમજ અનેક વખત પુત્રીઓના અવતાર પણ ધારણ કર્યા. અનેક વખત અનેક જીવોને ભ્રાતા તરીકે જીવ થે, અનેકવાર અનેક જીવે સાથે બેન તરીકેના સંબો સંસારમાં પરિભ્રમતાં ધારણ કર્યા.
For Private And Personal Use Only