________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૦ )
હૃદયને ખાલી કરી વિરહવ્યથા જણાવે છે, તે નીચે મુજબ દર્શાત્ર
વામાં આવે છે.
।
श्रावण भादुं घनघटा, विच वीज जबूकाहो सरिता सरवर सब भरे, मेरा घटसर सब सूकाहो. ॥ पी० ॥५॥ अनुभव बात बनायकें, कहे जैसी भावेहो ।
સમતા ૩ ધીરન ધરે, બનઘન આવેહો. ॥ ↑ ॥ ૬ ॥
ભાવાર્થ:—સમતા કથે છે કે, શ્રાવણ અને ભાદ્રપદ માસમાં મેઘની ઘટા આકાશમાં છવાઈ જાય છે અને ઝરમરઝરમર મેઘ વર્ષ્યા કરે છે અને વચ્ચે વચ્ચે વિદ્યુના ઝબકાર પણ થયા કરે છે; મેઘવૃષ્ટિના ચેાગે નદીઓ અને સરોવર ભરપૂર ભર્યાં હોય છે, તાપણું તેવા સમયે મારૂં હૃદયરૂપ સરોવર શુષ્ક હાય છે; મારા સ્વામિરૂપ મેઘની કૃપાવૃષ્ટિવિના મારૂં હૃદય સરોવર શુષ્ક હોય એમાં કંઈપણ આશ્ચર્ય નથી. આદ્યસ્થૂલ ભૂમિકાના મેઘ દેખીને મારા અન્તરના આત્મમેઘનું સ્મરણ થાય છે. જો કે આત્મમેઘની વૃષ્ટિ થાય તે મારૂં હૃદય સરોવર રેલછેલ થઈ જાય.
શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કર્યુ છે કે, સુમતિ અનુભવની વાર્તા મનમાં જેવી ભાવે તેવી બનાવીને આત્મસ્વામિને પરોક્ષ દશામાં પણ કથે છે, અર્થાત્ અત્યન્ત પ્રેમી એવી સમતાને પરાક્ષ અને પ્રત્યક્ષનું ભાને પણ લીનતા થતાં રહેતું નથી. પાતાના મનમાં અનુભવવા અનાવીને તે વિયેાગદશાજન્ય ઉદ્ગારોને બહાર કાઢે છે. પરોક્ષદશામાં સમતાને અનુભવવાર્તા સ્ફુરે છે. પરાક્ષદશામાં અનુભવ જ્ઞાન હોય છે. અનુભવજ્ઞાનથી અનુભવવાતો કરી શકાય છે. છદ્મસ્થદશામાં પણ સમતાને અમુક ગુણસ્થાનકસુધી પ્રેમ ખુમારી છે, પશ્ચાત્ પ્રેમનું રૂપ અદલાઇ જાય છે અને ચારિત્રરમણતા પ્રગટ થાય છે અને તે વખતે દશમા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનક ઉપર જતાં અલ્પ સમય લાગે છે. જો સમતા ઉપરના ગુણુસ્થાનપર જવામાટે અલ્પ સમયનું ધૈર્ય ધારણ કરે તેા, આનન્દધનરૂપ પરમાત્મસ્વામી તેના ઘેર આવ્યાવિના રહે નહિ. વ્યાકરણ અગર ન્યાયનાં સૂત્રોની ગોખણપટ્ટીમાત્ર કરવાથી આવી, આત્મપ્રભુપ્રતિ શુદ્ધ પ્રેમ ખુમારી જાગ્રત થતી નથી. જેના હૃદયમાં સમતાની જાગૃતિ થાય અને આત્મપ્રભુની પ્રાપ્તિમાટે ઉપર્યુંક્ત વિરહ દશાના ઉદ્ગારા નીકળે, તેજ મનુષ્ય પોતાના શુદ્ધ સ્વરૂ પને પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ પ્રેમથી આત્મપ્રભુનું ધ્યાન ધવિના
For Private And Personal Use Only