________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૯) જેઓને રહે છે, તે જગતમાં ઉચ્ચમાં ઉચ્ચ પ્રેમી છે; આવા પ્રકારના ઉચ્ચ પ્રેમીઓ તેજ મનુષ્યપણું શોભાવી શકે છે. ઈન્દ્રજાળના પ્રેમની પેઠે જેને ક્ષણિક પ્રેમ છે, એવા હીન મનુષ્યોનાં હૃદય કૂતરાની ચાટ જેવાં હોય છે. જેણે પ્રેમનું પરિપૂર્ણ સ્વરૂપ જાણ્યું નથી અને જે સ્વાર્થમાં સડે છે, તેના સંબંધને પ્રેમસંબન્ધ કહી શકાય જ નહિ. પ્રેમમાં દયા, ભક્તિ અને વાત્સલ્યવિના કશું કંઈ દેખાતું નથી. જે મનુષ્ય વિવેકશક્તિથી હીન છે, તેઓના હૃદયમાં શુદ્ધ પ્રેમનું સ્વમ પણું આવતું નથી. જે પ્રેમ ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને ક્ષણમાં ટળે છે તે શુદ્ધ પ્રેમ નથી, પણ પ્રેમને વિકાર (રોગ) છે. કેઈપણ પ્રકારના સ્વાર્થ પ્રજનથી કરેલ પ્રેમ તે શુદ્ધ પ્રેમ નથી. કામી, લોભી, કપટી, ક્રોધી, માની અને પૌદ્રલિક પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રેમ કરનારાઓ, દુનિયામાં પગલે પગલે મળી આવે છે, પણ જેના શુદ્ધ પ્રેમમાં કઈ પણ જાતનું પ્રયોજન નથી, તેમ છતાં એકરસતા દેખવામાં આવે છે, તેવા જ્ઞાની મનુષ્ય –ઉત્તમ ગીઓ તરીકે કઈક વિરલા દેખવામાં આવે છે. કેટલીક સ્વાર્થસાધક પ્રેમસંબન્ધવાળી સ્ત્રીઓને પોતાના પતિ પર સ્વમસદશ પ્રેમ હોય છે અને તેથી તે કદાપિ ઉત્તમ-શુદ્ધમવાળી સ્ત્રીઓની કેટીમાં ગણવાને લાયક બનતી નથી.
સમતાને ઉત્તમત્તમ શુદ્ધ પ્રેમ છે; સુવર્ણની પેઠે તેના હૃદયને પ્રેમ નિર્મલ છે, તેથી તેના વિચારે અને આચારે અને શારીરિક ચેષ્ટાએમાં અભિનવતા દેખાય તેમાં શું પુછવું? શ્રીમદ્ આનન્દઘનજીએ સુમતિનો અપૂર્વ પ્રેમ દર્શાવ્યો છે અને અન્તરમાં સુમતિની પ્રેમદશાને આબેહુબ ચિતાર આપે છે. સુમતિને તેવા પ્રકારને વાસ્તવિક પ્રેમ આત્માના ઉપર હોઈ શકે છે. આત્મસ્વામિની પ્રાપ્તિમાં પ્રથમ શુદ્ધ પ્રેમની આવશ્યકતા છે. શુદ્ધ પ્રેમના ગે આત્માની પ્રાપ્તિના સમયમાં વિરહદુ:ખને અનુભવ થાય છે. સુમતિ, આત્માવિના મુંઝાય છે. સુમતિ આત્મસ્વામિની પ્રાપ્તિ કરવા માટે તલપાપડ થઈ છે. આત્માવિના સુમતિને અંશમાત્ર ચેન પડતું નથી. સુમતિ શુદ્ધ પ્રેમમાં મનની તન્મયતા કરીને આત્માવિના અન્ય કશું-કંઈ મરતી નથી. જે જે મહાભાઓએ પરમાત્મપદની પ્રાપ્તિ કરી છે, તેઓના હૃદયમાં પૂર્વ સુમતિના
ગે આત્મા ઉપર શુદ્ધ પ્રેમ, પ્રગટયો હતો-આત્માની પ્રાપ્તિ કરવામાં આત્મપ્રેમ રમણતાની આવશ્યકતા છે અને તેવા પ્રકારને સુમતિમાં શુદ્ધ પ્રેમ પ્રગટેલો હોવાથી, તે આમસ્વામિના વિરહે આવો વિયોગ દશાને અનુભવ કરે છે. સુમતિ વિશેષતઃ સ્વામિના વિયોગે
For Private And Personal Use Only