________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૩ )
साधुसंगति अरु गुरुकी कृपातैं, मिट गइ कुलकी रेखा || आनन्दघनप्रभु परचो पायो, उतर गयो दिल मेखा ॥ साधु०॥२
ભાવાર્થ: આત્મધ્યાની મહાત્મા મુનિવર પેાતાના સ્વરૂપની મસ્તીમાં આવીને કથે છે કે, હું સાધુબન્ધા! જ્યારે મેં પેાતાનું આત્મ સ્વરૂપ દેખ્યું ત્યારે મારી પૂર્વની વૃત્તિ ફરી ગઇ. અદ્યાપિ પર્યંત ભ્રમબુદ્ધિથી પરવસ્તુના કર્તા તરીકે મેં પેાતાને માન્યા હતા, પણ હવે તે જણાયું કે પરવસ્તુના કર્તા શુદ્ધ નિશ્ચયનયથી હું નથી, તેમજ શુદ્ધ નિશ્ચયનયથી વ્હેતાં પરવસ્તુની કરણી તે મારી વાસ્તવિક કરણી નથી, અને તેથી સ્વમના રાજાની પેઠે જવસ્તુઓના અધિપતિ તથા કર્તા તરીકેના મારો ભ્રમ હવે દૂર થયા. ખાઘવસ્તુઓની કરણી તે નરકની નિસરણી છે. ખાદ્યવસ્તુનું કર્તવ્ય કાર્ય વસ્તુતઃ શ્વેતાં આત્માને નથી, કારણ કે શુદ્ધ નિશ્ચયનયથી આત્મા આત્માના સ્વભાવને! કર્તા છે અને જડ દ્રવ્ય પેાતાના સ્વભાવનું કર્તા છે. હવે હું આત્મધર્મનેા કર્તા આત્માને માનું છું તેથી હવે પુદ્ગલદ્રવ્યના કર્તાપણાનું વા પુદ્ગલડ્ય સંબન્ધી લેખું કે માગશે ? શ્રીપંચમહાવ્રતધારી વૈરાગી, ત્યાગી, જ્ઞાનિસાધુની સંગતિથી અને ગુરૂમહારાજની કૃપાદૃષ્ટિથી ફુલની રેખા હવે ટળી ગઈ, અર્થાત્ હવે કૂળ, જાતિ, શરીર વગેરેમાં થતી અહંત્વ ભ્રાન્તિ ટળી ગઇ તેથી, જાતિ, મૂળ, વેષ, વગેરેમાં અભિમાન ધારણ કરવું બિલકૂલ અસત્ય જણાયું છે. આનન્દના સમૂહ જેમાં છે એવા આત્માને નિશ્ચય થયા, સારાંશ કે હવે મને આત્મતત્ત્વના અનુભવ થયો તેથી હવે મારે પર–જડ વસ્તુની સ્પૃહા કરવી ઘટતી નથી. ઉપાધ્યાય ભગવાન્ તત્ સંબન્ધી આ પ્રમાણે કહે છે.
॥ જોર્જ ॥ स्वरूपप्राप्तितोऽधिक्यं प्राप्तव्यं नावशिष्यते ॥
इत्यात्मराजसम्पत्या निःस्पृहोजायतेमुनिः ॥ १ ॥
આત્મસ્વરૂપની પ્રાપ્તિથી જગતમાં અન્ય અધિક કંઈ પ્રાસભ્ય બાકી રહેતું નથી. આત્મારૂપ રાજાની સંપત્તિવડે મુનિ નિસ્પૃહ થાય છે, તેમજ અન્યત્ર કહ્યું છે કે,
ગાથા
आय सहावविलासी, आयविसुद्धो ठियोनियेधम्मे ॥
नरसुरविसय विलासं तुच्छं निस्सारमनंति ॥ १ ॥
જે આત્મા સ્વકીય શુદ્ધ સ્વરૂપના વિલાસી છે અને જે આત્મા
For Private And Personal Use Only