________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૧) નથી. જે રાત્રિમાં ચંદ્ર છુપાયેલું છે તે રાત્રિ –તારા તથા વિજળીના પ્રકાશવાળી–મને વગર તરવારવડે સ્વજનવિનાનીને દગો દેવાને માટે પ્રયત્ન કરે છે અર્થાત રાત્રિ મને તારાના પ્રકાશરૂપ તરવારવડે મારવા દો કરે છે. આવી દશામાં સ્વામિવિના વિશેષ કાળ રહી શકાય નહીં; તેમ હે ગણક! તું સારી પેઠે જાણે છે. અંધારી રાત્રિમાં દ્વેષ, ઈર્ષ્યા, વહેમ, ચંચળતા, ભય અને ઉદ્વેગરૂપી ભૂતો, અનેક પ્રકારે દેખાવ દઈને મને ભય પમાડે છે. કાળરૂપ જાર પુરૂષ મને એકલી જોઈને સતાવવાને માટે પ્રયત્ન કરે છે. વિષયવાસનારૂપ રાક્ષસી તાડના જેવું રૂપ કરીને મને ભય પમાડે છે. મૂચ્છરૂપ ચુડેલ મારાં શુદ્ધધર્મરૂપ રક્તને ચુસી જાય છે. માટે હે ગણુક ! વિચારીને મારે ભવિષ્ય વર્તારે જણાવ.
तन पिंजर झुरै पर्यो रे, उडि न सके जिऊ हंस ॥ विरहानल जालाजली प्यारे, पंख मूल निरवंश.॥पी० ॥४॥ उसास सास बटाउकीरे , याद वेदै निसिरांड ॥ नमनैं उसासा मनी, हटकैन रयणी मांड. ॥पी० ॥५॥
ભાવાર્થ:–સમતા કહે છે કે, હે ગણુક ! ઉપર્યુક્ત દુ:ખની તીવ્ર જવાલાથી મારા શરીરરૂપ પીંજરામાં જીવ હંસ પડ્યો પડયો ઝરે છે, અર્થાત ખેદ પામે છે; આયુષ્ય કર્મના ઉદયે તે શરીરરૂપ પંજરમાંથી ઉડી શકતો નથી, તેમ નિકળી શકતો નથી; વિરહરૂપ જવાલાથી તે બન્યા કરે છે, અર્થાત તેની સર્વ વિરતિ અને દેશવિરતિરૂપ પાંખનું મૂળ દસ્થ થયું છે, તે કહે કે, તેથી તે શી રીતે ઉડી શકે? આવી દશામાં મારા જીવ હંસને કેવું દુઃખ થતું હશે, તે સર્વજ્ઞ વિના કેઈ જાણી શકતું નથી. બાહ્ય તાપથી તપ્ત જી કેઈપણ ઉપાયથી શીતળ બને છે, પણ અંતઃ તાપથી તપ્ત
ઉપશમરૂપ મેઘધારાની વૃષ્ટિવિન શાંત થઈ શકતા નથી. મારા પ્રિય જીવ હિંસની પણ તેવી સ્થિતિ છે. અનંત શાનિતનું ધામ એ મારે સ્વામી મને મળે તો અનેક પ્રકારના અંતઃ તાપ શાંત થઈ જાય ! એમાં કાંઈપણું આશ્ચર્ય નથી, માટે અનંતગુણને ધામભૂત મારો સ્વામી મને કયારે મળશે? તે જોષ જોઈને હે જોષી! મને કહે.
શ્વાસોચ્છાસરૂપ વેગગામી વટેમાર્ગ વિરહદશારૂપ રાત્રિની સાથે વાદ વધે છે અને કહે છે કે, હે વિરહદશારૂપી રાત્રિ ! હવે તું કોઈપણ નિયમમાં રહે, તું હવે દર થા! એમ મનાવી છતાં તે માનતી નથી, જરા માત્ર પણ પાછી ખસતી નથી અને તેથી હું રાત્રિમાનેરાત્રિમાં દુઃખ ભોગવું છું. શુદ્ધ પતિ વિરહરૂપ રાત્રિ કન્યા વિના મારા ઘરમાં પ્રકાશ થવાને નથી અને જ્ઞાન પ્રકાશ થયાવિના અનેક પ્રકારનાં રાત્રિનાં
For Private And Personal Use Only