________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦ ) મેળાપ થશે? મારા પતિને મેળાપ થાય એ દીવસ ક્યારે આવશે? મને કયા ક્યા ગ્રહો નડે છે? તે તું વિચારીને જે અને મેળાપ વખત બતાવ, કે જેથી મારા પતિના વિરહથી થતો શોક ટળી જાય. પુષ્ય અને પાપના સંગ તથા વિગને તિષશાસ્ત્ર પણ સૂચવે છે, માટે પતિના સંયોગમાં પણ જ્યોતિષશાસ્ત્ર અપેક્ષાએ ઉપકારી છે. કેઈ પરિપૂર્ણ તિષશાસ્ત્રનો જ્ઞાતા હોય છે તે સારી રીતે નિમિત્તને કહી શકે છે. સમતા જોતિષીને પતિના વિયોગને સંગ થાય તેની આશાએ પ્રશ્ન કરે છે. પતિવિરહિણી સ્ત્રી ગમે તે પતિસંબન્ધના નિમિતોને ધ્યા કરે છે. સમતાને પણ પોતાના પતિની સાથે અનાદિથી વિરહ થયો છે. શુક્રામસ્વામી વિના તેને વિરહવ્યથાનાં દુઃખ થાય છે, તેથી તે હદયમાં વિચારીને પૂછે છે કે, હે ગણુક ! મારો સ્વામી ક્યારે મળશે? પિતાના સ્વામીની પ્રાપ્તિ કરવાનું શું કારણ છે, તે હવે જણાવે છે.
(ા જોતજોરી રામાં.) पियाविन कौन मिटावे रे, विरहव्यथा असराळ. ॥ पिया०॥१॥ निंद निमाणी आंखतेरे, नाठी मुज दुःख देख ॥ दीपक शिर डोले खरोप्यारे, तन थिर धरेन निमेष.॥पिया०॥२॥ सखि सरिण तारा जगी रे, विनगी दामनी तेग ॥
रयणी दयण मते दगो प्यारे, मयण सयण विनुवेग.॥पिया०॥३॥ - ભાવાર્થ –હે ગણક! હવે તું જલદી જેશને જોઈને મને શાંતિ થાય તેમ કર. હે જ્યોતિષ ! મારા પ્રિય શુદ્ધાત્મ સ્વામિવિના અત્યંતવિશાળ વિરહવ્યથાને કેણું મટાડી શકે? ક્ષણે ક્ષણે મને રાગ અને ઠેષ પીડે છે, અનેક પ્રકારની ચિંતાઓ ચિતાની પેઠે બાળે છે અને તેથી આત્મવીર્યની ક્ષીણુતા થાય છે. આનંદની લાલી મુખ ઉપર હવે પ્રગટતી નથી, માટે હે જેવી ! હવે ભવિષ્યનો વર્તારો જણાવ. હે ગણુક ! મારા દુ:ખને જોઈને સકલ પ્રાણિયોને પ્રિય એવી નિદ્રા પણ જતી રહી છે અને દીપકની રેતીની પેઠે મારું મગજ ભમ્યા કરે છે અને તેથી ક્ષણમાત્ર પણું શરીરને સ્થિર રાખવાની શક્તિ રહી નથી. મન, વાણું અને કાયાની અસ્થિરતા એટલી બધી વધી ગઈ છે કે, હું શું બેલું છું, શું વિચારું છું, શું કરું છું, તેનું પણ ભાન રહ્યું નથી. કેઈ મનુષ્યને ભૂત વળગ્યું હોય અને તેની જેવી સ્થિતિ થાય છે, તેવી મારી સ્થિતિ જણ્ય છે. મારે પ્રાણ, આ શરીરમાં આવી દશા છતાં ક્યાં સુધી રહેશે, તે સમજાતું
For Private And Personal Use Only