________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) એની મમતા ધારણ કરીને અનેક પ્રકારના પ્રપંચે જેઓ રચતા હોય, તેઓ પ્રત્યેક મનુષ્યોની સાથે શુદ્ધ પ્રેમ કેવી રીતે ધારણ કરી શકે? મમતાવાળે મનુષ્ય આત્માની મહત્તા બિલકુલ અવધી શકતો નથી. મમતાના વશ થએલા અન્યોનાં દુ:ખે દેખીને વજના જેવું કઠીન હૃદય કરે છે; તેમનું હૃદય દયાથી આઠું થતું નથી. મમતાવંત મનુષ્ય સામાન્ય નજીવી વસ્તુઓને માટે પણ અનેક પ્રકારની હાયવરાળ કરે છે. મમતામાં આસક્ત મનુષ્ય સ્વાર્થવિના અન્ય કશું કંઈ દેખતે નથી. મમતાના ગે મન અદિશાપ્રતિ ઘસડાય છે. મમતાવંત, વિવેક દષ્ટિને બંધ કરી અવિવેક માતરફ ઘસડાય છે. મમતાથી જગતમાં અનેક ભયંકર યુદ્ધો થયાં છે. મમતા જીવોને પૂતળીની પેઠે નચાવે છે, તોપણું મનુષ્યો મમતાના વિચારોમાં અંધ બને છે; એ મહાન આશ્ચર્ય છે! ઉચ્ચ અને નીચ માર્ગના વિવેકને મમતાધારક ભૂલે છે અને તે અન્ય જીની દયાને હૃદયમાં ધારણ કરતો નથી. મમતાના યોગે મનુષ્યો, મનુષ્યનું અમૂલ્ય જીવન ક્ષણમાં હારી જાય છે. મમતાના યોગે તપસ્વીઓ પણ લપસી જાય છે. મમતાનું ઘેન જુદા જ પ્રકારનું છે. મમતાના ઘેનમાં ઘેરાયલે આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને અવબોધી શકતા નથી.
મમતાના સંસ્કારે ટાળવા એ કંઈ સામાન્ય કાર્ય નથી. પ્રબલ જ્ઞાન અને વૈરાગ્યના બળવડે મમતાની પરિણતિ ટળે છે. અનેક પ્રકારની કુમતિને અપના૨ મમતા છે. મમતાની પરિણતિને ટાળવા માટે મહામાએ અનેક પ્રકારના ઉપાય કરે છે. હે મમતા ! હવે તું હૃદયમાંથી બહાર નીકળી જા; લ્હારા જેટલું કેઈએ આત્માનું બગાડયું નથી. મમતાના સંગથી સ્વમામાં પણ સુખ કેઈને મળ્યું નથી અને કેાઈને કદાપિ મળનાર નથી. મમતાના રસંગથી આત્માની જ્ઞાન દર્શન અને ચારિત્રાદિ ઋદ્ધિ પ્રગટ થતી નથી. મમતાને સંબન્ધ જે ઈચ્છે છે, તે પિતાના સત્ય સુખને જલાંજલિ આપે છે. મમતાથી રમતાનો પરિશુભ રહેતો નથી. અનેક પ્રકારની દુઃખની પરંપરાનું ઘર મમતા છે. ચારિત્રના ખીલેલા ઉદ્યાનની શેભાને મમતા ભ્રષ્ટ કરે છે. મનુષ્યની કિમ્મુતને મમતા ઘટાડી દે છે, તેમ મનુષ્યપણુથી પણ ભ્રષ્ટ કરે છે. મમતાથી કદાગ્રહ પ્રગટે છે અને તેથી આત્મિક શક્તિને વ્યય થાય છે. ચેતનને, દુઃખમય મમતાની સંગતિનો ત્યાગ કરાવવાને માટે સમતા જે ઉપદેશ આપે છે, તે હદયમાં ધારણ કરવાની જરૂર છે.
સમતાની વિજ્ઞપ્તિ બરાબર છે. મમતાનો સંગ ત્યાગ કરવાથી સમતા અને આત્માનું એકેય થાય છે. રસમતાને આત્મસ્વામીપર અન
For Private And Personal Use Only