________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬ ) સંસારના સંબધે પ્રવર્તે છે. પતિ અને પત્નીને સંબન્ધ પ્રેમથી ટકી રહે છે, તેમાંથી જે પ્રેમ કાઢી નાખવામાં આવે તે, પતિ તે પતિ નથી અને સ્ત્રી તે સ્ત્રી નથી. યુરોપ વગેરેમાં પતિ અને પનીમાં વ્યાપી રહેલ પ્રેમસૂત્ર નષ્ટ થાય છે, તેથી છૂટા છેડાને રીવાજ બહુ વધી પડ્યો છે. પત્ની અને પતિમાં પ્રેમ હોય છે તો તેઓ સંપીને રહી શકે છે અને પરસ્પરનું બેલેલું મિષ્ટ લાગે છે. ચેતનવિનાનું શરીર મડદું ગણાય છે, તેમ પ્રેમવિનાને પતિ અને પત્નીને સંબન્ધ બેડીના જે અપ્રિયં લાગે છે. રક્તથી જેમ સંપૂર્ણ શરીરની પુષ્ટિ થાય છે, તેમ પ્રેમથી સંબધ પોષાય છે. ઉત્તમ પનીઓ પતિપ૨ નિષ્કામ–ઉત્તમ પ્રેમ સંબધ ધારણ કરે છે, તેથી તેઓની વિરહ દશા પણ ભિન્ન પ્રકારની હોય છે; વિષય પ્રેમના સંબધે બંધાયેલ પુરૂષો અને સ્ત્રીઓમાં સત્ય પ્રેમ હોઈ શકે નહિ. પ્રેમી પતિવ્રતા સ્ત્રીઓનાં હૃદય વિરહાગ્નિથી તપે છે અને તેઓને ભેજન વગેરેમાં પણ રૂચિ રહેતી નથી. પતિના વિરહ પતિવ્રતા સ્ત્રીઓની શુદ્ધ બુદ્ધિ ઠેકાણે રહેતી નથી. તેઓના મનમાં જે લાગી આવે છે તેનું વૃત્તાંત તેઓ અન્યને શી રીતે કહી શકે !
સમતા પણ આત્માની સ્ત્રી છે, તેથી પતિના વિરહે તેના મનમાં જે જે વિચારે થાય તે કેની આગળ કહી શકે? જેની આગળ પિતાનું હદય ખોલી શકાય તે, પોતાનો સ્વામી પિતાને ઘેર નથી; કુમતિના ઘરમાં જઈ રહ્યો છે, તેથી પોતાની શુદ્ધિ કેની આગળ કહી શકે? સમતા કથે છે કે, કુમતિના ઘેરથી આજકાલ મારે સ્વામી પાછો આવશે, એવી આશામાં હું લુબ્ધ થઈ ગઈ છું. ચેતન ચતુર છે, કુમતિની પટકલા જાણશે, અર્થાત કુમતિને કૃત્રિમ પ્રેમ જાણશે એટલે તે મારા ઘેર આવશે એવી મારા મનમાં આશા વ્યાપી રહી છે. સુમતિનું હૃદય નિર્મલ છે, તેથી તેના મનમાં જે આશા પ્રગટી છે તે સત્યજ છે; કારણ કે ઉત્તમ સ્ત્રીની આશા જ્યારે ત્યારે પણ ફળ્યા વિના રહેતી નથી. સુમતિને શુદ્ધ પ્રેમજ સ્વામિને ઘેર આવવાની આશારૂપ સાક્ષી આપીને સુમતિને જીવાડે છે, કેમકે સુમતિના શુદ્ધ પ્રેમમાં ચેતન વસી રહ્યો છે. પ્રાણુ, શરીર અને ભેજન તે પણ અસાર ગણુને તે પોતાનાં ચેતન સ્વામી પર શુદ્ધ પ્રેમથી સંયમ કરે છે. તેને ચેતનની ધારણું છે, ચેતનનું ધ્યાન છે, તેથી ચેતનને પિતાના ઘેર લાવી શકે એવો નિશ્ચય છે. શુદ્ધ પ્રેમમય સંયમથી આત્માને પોતાને ઘેર સુમતિ આકષી શકે, તેમાં કંઈ પણું આશ્ચર્ય નથી. સુમતિ શ્વાસે છાસે આત્માનું ધ્યાન ધરે છે, તેથી તે પોતાના ધ્યાન બળથી આત્માને સ્વપ્રતિ આકર્ષેજ. સુમતિના મનમાં વારંવાર ચેતનસ્વામીને વિચાર છે;
For Private And Personal Use Only