________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ )
પ્રસંગે પેાતાને દૂર થવાનું કહેનાર સ્વામિને, અસરકારક શબ્દોથી વિવેક થવામાટે સ્પષ્ટ વાત કરે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
સુમતિ કથે છે કે, હું આત્મપ્રભા ! આપ જેના સંગે ખેલા છે, તે તેા જગત્ની સુમતિ છે અને તે જગત્ની દાસીભૂત છે. દાસી તે દાસીજ કહેવાય, તેમ કુમતિ પણ મેહ ચંડાલની બેટી હોવાથી દાસીજ છે. મેહ ચંડાલની બેટીરૂપ કુમતિ કાઇનું શ્રેય: કરવાને શક્તિમાન થતી નથી. દાસીના કહેવા પ્રમાણે ચાલનાર પુરૂષો પણ દાસરૂપ બને છે. ત્રણ જીવનના સ્વામી, એવા હે આત્મન્ ! તમને જગત્ની દાસી એવી કુમતિની સંગતિ કરવી અને તેની સાથે ખેલવું બિલકૂલ ઘટતું નથી. આપને સત્ય જણાવવું તે આપની સ્ત્રીની ફરજ છે, માટે ગમે તેવા સંયોગેામાં પણ આપને સત્ય જણાવ્યું છે અને સત્ય જણાવીશ. તમારા મનમાં એમ આવે કે કુમતિ તે મ્હને અન્તઃકરણથી ઇચ્છે છે, પણ વખત આવે કુમતિ આપની થવાની નથી. જ્યારે ખરે। સમય-વખત આવશે ત્યારે કુમતિ કંઈ પણ કરી શકવાની નથી. વખત આવે પેાતાનું શિર છેદીને જે તારી આગળ ધરે અને મૃત્યુને હીસાબમાં ન ગણે તે તારી ખરી સ્રી જાણવી; અન્ય તારી સ્ત્રી ગણાય નહિ. જો હું તૂટ કહેતી હા તે તમારી સાગન છે, અર્થાત્ હું આનન્દના ઘનભૂત આત્મન્ ! હું આપની છું; સાગનપૂર્વક કહું છું કે, હું તમારી છું. મારૂં કથેલું આપશ્રી હૃદયમાં ધારણ કરશે. એમ આનન્દઘન ગાવે છે.
૫૬ ૬૨. ( RIT માહ. )
पीया बीन सुधबुध खूंदीहो, विरहभुयंग निशासमे || मेसेजडी खूदीहो | ।। તૈયા॰ || ૨ ||
भोयण पान कथा मिटी, किसकुं कहूं सूधीहो || आजकाल घरआनकी, जीव आस विलुद्धीहो. ॥ ।। પપૈયા॰ ॥ ૨॥
ભાવાર્થ:——સમતા કથે છે કે, મારા પ્રિય ચેતન સ્વામિવિના મારી શુદ્ધબુદ્ધિ તે, કુખ્તદાસી જેવી ખુંધી હતી, તેની પેઠે ખુંદી અર્થાત્ વક્ર થઈ ગઈ છે, અર્થાત્ મનની શુદ્ધિ રહેતી નથી અને બુદ્ધિ પણ –વિરહ દશાથી ઠેકાણે રહેતી નથી. વિરહિણી સ્ત્રીની શુદ્ધબુદ્ધ દેશા જગની સ્થૂલ ભૂમિકામાં પણ લેવામાં આવતી નથી. જેને જેની
For Private And Personal Use Only