________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) પડે છે. અન્ય સ્ત્રીના વશમાં પડેલ પતિ પિતાની સ્ત્રીના પ્રેમને તજી દે છે, તેથી તે દુઃખના ખાડામાં ઉતરે છે. અન્ય સ્ત્રી ગમે તેવી હોય તોપણ તે પિતાની નથી અને તેના સંગથી કંઈપણુ પુરૂષ ભૂતકાલમાં સુખી થયો નથી; વર્તમાનમાં સુખી નથી અને ભવિષ્યમાં સુખી થનાર પણું નથી. પરસ્ત્રીના સંગથી પોતાની સ્ત્રી તૃણુસમાન ભાસે છે અને તેણીની કેઈપણ ચેષ્ટા ગમતી નથી, કેમકે પરસ્ત્રી પોતાનો લાભ જુએ છે અને અન્ય પુરૂષને પિતાના વશમાં એટલે બધે કરી દે છે કે, દીવસને પણ રાત્રી કહેવરાવે છે. પરસ્ત્રીના સંબંધમાં વિજાપુરના એક યતિ અમૃતવિજય કહે છે કે, પશુ ઘરે પાસમાં તે ઘવાળા તે પst, ગુવતીની ક્ષામાં બે - डाणा। राजन साजन महाजन मोटा, छबीलीना वश ते थइ गया छोटा. ॥ पशु०॥ જેણે પરસ્ત્રીની યારી કરી છે, તે પશુવતું પરસ્ત્રીના પાશમાં ફસાયા છે. રાજાઓ, શેઠીઆઓ અને મોટા સત્તાધારી પણ પરસ્ત્રીના ફન્દથી છોટા થઈ ગયા છે. પરસ્ત્રીની કુસંગતિથી વ્યભિચાર કર્મ થાય છે. અને તેથી પશ્ચાત અન્ય અનેક પાપ થાય છે, એક પગથીયું ભૂલતાં અન્ય પગથીયાં ભલાય છે, તેમજ હીસાબમાં એક ઠેકાણે ભૂલ આવતાં આખા હિસાબમાં ભૂલ આવે છે. શરીરને એક ભાગ બગડતાં આખા શરીરને તેથી હરકત થાય છે, તેમ ગુણે પરસ્પર શૃંખલાના અવયવોની પેઠે બંધાયેલા છે, તેથી એક દુનું પ્રવેશતાં અન્ય દુગુણે પણ પ્રવેશ કરે છે. વ્યભિચારી પુરૂષ જગતનું એઠું ખાવા જેવું કરે છે. વિષયને પ્રેમ અન્ત સ્વાર્થની મલીનતાને પ્રગટ કરી અનેક દુ:ખ ઉપજાવે છે અને પુરૂષના અમૂલ્ય આત્મહીરાને કલંકયુક્ત કરે છે. પરસ્ત્રીના વશમાં પડેલ પુરૂષ પિતાની સ્ત્રીને ઘરમાંથી કાઢવાને માટે પ્રયત્ન કરે છે અને તેનો તિરસ્કાર કરીને પોતાની જાતને હીન કરે છે. પતિના તિરસ્કારથી કેઈક વખતે તો સ્ત્રીને પ્રાપણું નીકળી જાય છે. ઉત્તમ પતિવ્રતા સ્ત્રી એવા વખતે પતિને ઉત્તમ અસરકારક શબ્દોથી પોતાની ઉત્તમતા જણાવે છે અને અન્ય સ્ત્રી તે પિતાની થવાની નથી, એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, અર્થાત્ પતિની આગળ પિતાનું ખરું સ્વરૂપ જાહેર કરે છે. સત્યને કેઈને ભય નથી, તેથી સત્ય કહેતાં તે શરમાતી નથી, અર્થાત્ તે અત્યંત દુ:ખથી વ્યાપ્ત થએલી હોય છે તે પણ અસરકારક શબ્દોથી પિતાના સ્વામિને સત્યસ્વરૂપ જણાવે છે અને પતિને ઠેકાણે લાવે છે. - જ્યારે જગતની સ્થલ ભૂમિકામાં પણું, આ પ્રમાણે ઉત્તમ સ્ત્રી પિતાના ભ્રમિત પતિને હિમ્મત ધારણ કરીને ઠેકાણે લાવે છે, તે આત્માની સૂક્ષ્મ ભૂમિકામાં અર્થાત્ આત્મામાં રહેલી સુમતિ, આવા
For Private And Personal Use Only