________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૧ ) નિત્યવાદનો પણ જૈનદર્શનમાં સમાવેશ થાય છે અને અનિત્યવાદને પણ જૈનદર્શનમાં સમાવેશ થાય છે. આત્માનું નિયત્વ માનનારા વેદાન્તીઓ અને આત્માનું અનિત્યત્વ માનનારા બૌદ્ધો, એ બન્નેના વાદનો જૈનદર્શનમાં સમાવેશ થાય છે, તેથી જૈનદર્શનના આરાધકને અન્યધર્મ ગ્રહણ કરવાની જરૂર પડતી નથી. જૈનદર્શનમાં એકવાદ અને અનેકવાદને સમાવેશ થાય છે. એક આત્મા (એક બ્રહ્મ)ને માનનારા અદ્વૈત વાદિ છે અને આત્માને ભિન્ન ભિન્ન માનનારા રામાનુજીઓ તથા વૈશેષિક છે, તેથી તે બન્નેને પણું જૈનદર્શનમાં સમાવેશ થવાથી જેનોને અન્યદર્શ અંગીકાર કરવાની જરૂર પડતી નથી. જૈનદર્શનમાં ભેદત્વ અને અભેદત્વ એ બેનો પણ પદાર્થોમાં અન્તર્ભાવ થાય છે. જેનદર્શનમાં કર્તવવાદ અને અકર્તુત્વવાદનો પણ સમાવેશ થાય છે. જેનદર્શનમાં કર્મવાદ અને અકર્મવાદને પણ અન્તભવ થાય છે. જૈનદર્શનમાં શબ્દનય અને અર્થનને પણું સમાવેશ થાય છે.
આત્માઓને ચતુર્દશ પગથીયાપર ચઢવાના ઉપાયો પણ જૈનદર્શનમાં જવ્યા છે. આવું ઉત્તમ જૈનદર્શન મનુષ્યના આત્માને પરમાત્મા થવાનું જણાવે છે. ઉન્નતિક્રમના લાખો ઉપાયોને જૈનદર્શન દર્શાવે છે. અધમમાં અધમ જીવન પણ ઉદ્ધાર થવાની રીતિને જૈનદર્શન જવે છે. આત્મામાંથી પશમભાવે જેવા જેવા પ્રકારનું જ્ઞાન પ્રગટે છે, તે તે જ્ઞાનના પ્રકારે સર્વ આત્મામાં સમાય છે. આમામાંથી વસ્તુતઃ જોતાં ધર્મપત્થના વિચારે પ્રગટે છે. દુનિયામાં જેટલા ધર્મના પળે છે અને તેના આચારે અને વિચારે છે, તે સર્વે આમામાંથી પ્રગટ્યા છે, પણ તેમાં વિચાર કરવાને છે કે, આત્મામાંથી સમ્યજ્ઞાન પ્રગટે છે અને તેનાથી જૈનધર્મને નિશ્ચય થાય છે; તેજ ધર્મ ખરે છે. સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યક ચારિત્રવડે મોક્ષમાર્ગમાં પ્રવેશાય છે, માટે આત્મામાં સમ્યગૂજ્ઞાન પ્રગટાવવા પ્રયત્ન કરે જોઈએ. શ્રી તીર્થકરેના વચનાનુસારે સાત નય આદિથી નવતનું સ્વરૂપ અવધતાં સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એક પદાર્થમાં અનન્તધર્મ રહેલા છે, તેને ભિન્ન ભિન્ન અપેક્ષાએ રમજાવવા માટે ભિન્ન ભિન્ન નની સાપેક્ષતા સમજવી જોઈએ. અન્યદર્શનકારેએ નાની અપે. ક્ષાએ પદાર્થોનું સ્વરૂપ જાણ્યું નથી, તેથી આભાસંબધી જેવા વિચારે પ્રસંગે ઉદ્ભવ્યા તે જણાવી દીધા. અન્યદર્શનકારે પૈકી કેઈને આત્માની નિત્યતાના વિચારે ઉદ્દભવ્યા તે તેણે તેજ ઉપદેશ દીધે. કેઈ દર્શનકારને આત્મા અનિત્ય લાગે તે તેણે તેજ ઉપદેશ દીધો. કેઈને વિચાર કરતાં કરતાં શંકરાચાર્યના પેઠે સર્વને એક આત્મા લાગ્યો તો તેણે
For Private And Personal Use Only