________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) દોને બાળીને શુદ્ધિ કરવી જોઈએ; પશ્ચાત્ તે શુદ્ધપ્રેમ આનન્દનાં દ્વાર ખુલ્લા કરવા સમર્થ થાય છે. કાચા પારાના ભક્ષણની પેઠે મનુષ્ય કામ, સ્વાર્થ, ભય અને અવિશ્વાસથી ભરેલા પ્રેમને ધારણ કરી નીચ માર્ગમાં ઉતરી જાય છે અને દુ:ખના ખાડામાં પડે છે. અશુદ્ધ પ્રેમથી પોતે દુઃખી થાય છે અને પિતાના સંબંધમાં આવતાં હજારે મનુષ્યને અશુદ્ધ પ્રેમને પાઠ શિખવીને દુઃખી કરે છે. વિષયની શાન્તિનો મુખ્ય ઉદેશ જેમાં છે એ કંઈ પતિ સાથેનો શુદ્ધ પ્રેમ નથી. જગતમાં પશુવૃત્તિના પ્રેમને ધારણ કરનારી કરોડો સ્ત્રી છે. પોતાના પતિથી કામ ભેગની તૃપ્તિ ન થાય તો, તેઓ છેડા છુટકા કરે છે, અન્ય પુરૂષની સાથે પશુ પ્રેમથી જોડાય છે અને વ્યભિચાર કર્મ કરે છે; જગતને ભય લાગવાથી હૃદયમાં કંપે છે અને કરેલા પતિને અનેક પ્રપોથી મારી નાખે છે. અન્યને પતિ કરે છે, ત્યાં પણ ન ફાવ્યું તે અન્યને પતિ કરે છે, અર્થાત્ મનમાં અનેક પુરૂની સાથે પશુવૃત્તિ પ્રેમને સંબધ ધારણ કરવા ઇચછા કરે છે. આવી અધમ સ્ત્રીઓ પ્રેમ એ વસ્તુનું લક્ષણ જાણી શકતી નથી, તેથી તે સુધરેલા કહેવાતા પણ વસ્તુતઃ બગડેલા એવા કેટલાક દેશોમાં પોતાના પતિની સાથે પશુ પ્રેમવૃત્તિ લગ્ન કરે છે અને અન્યની સાથે પણ જુદા જ પ્રકારનાં પ્રેમ લગ્ન કરે છે. આવા પ્રેમ લગ્નથી અનિષ્ટ પરિણામે ઉત્પન્ન થાય છે. વિષયભેગ પ્રેમ એજ મનુષ્ય જીવનને મુખ્ય ઉદ્દેશ કપીને, જે સ્ત્રીઓ અને પુરૂષે સંસારમાં વર્તે છે, તેઓ હજી નિષ્કામ પ્રેમના પગથીએ ચડવાં નથી. એવા પુરૂ ઉત્તમ પુરૂ તરીકે બની શકતા નથી અને તેવી સ્ત્રીઓ પતિવ્રતા સ્ત્રીઓનું ઉત્તમ જીવન ગુજારી શકતી નથી. આર્યાવર્તમાં જૈનધર્મના પ્રતાપથી સંસારમાં-ગૃહસ્થ દશામાં પુરૂષ અને સ્ત્રીને ઉત્તમ લૌકિક-નિષ્કામ પ્રેમ પ્રાયઃ હવે જોઈએ. આ સંબધી શિક્ષણ આપવા, તેવાં હજારે ચરિત્રો મયણસુંદરી અને શ્રીપાળ વગેરેનાં મોજુદ છે. કેટલાક કવિ પ્રેમને પરમેશ્વર કહે છે, પણ લેખક તો જે શુદ્ધ પ્રેમ હોય તે તેનાવડે પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે એમ માને છે. સ્ત્રી અને પુરૂષનું ઐક્ય સાંધનાર પ્રેમ છે, પ્રેમની સાંકળથી આખું જગત્ જોડાયેલું છે; હવે મૂળ વિષય પર આવીએ. સ્થલ જગતની ભૂમિકામાં પણ સ્ત્રી પોતાના પતિપર લૌકિક નિર્મલ પ્રેમ ધારણ કરે છે અને પતિવ્રતાના ધર્મોને સાચવી પ્રેમથી બન્નેનું ઐકય અને બન્નેની તન્મયતારૂપ રાસ રમે છે, તો જ તે આનન્દ પામે છે.
જગતની પૂલ ભૂમિકા કરતાં, અત્તરની શુતિના સ્ત્રી પોતાના
For Private And Personal Use Only