________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) કુરીવાજોના ફન્દમાં ફસાતી નથી, ગૃહનાં સર્વ કાર્યોને યતનાથી કરે છે અને પિતાનાં સંતાનોને વ્યાવહારિક અને ધાર્મિક કેળવણું આપે છે, તેમજ ઉત્તમ આચારેને શિખવે છે. અનેક પ્રકારના સુન્દર શણગાર રાજવા અને ગાડી વાડી અને તાડીમાં મશગુલ થઈને મેજ શેખ મારવામાંજ ઉત્તમ સ્ત્રી પોતાના જીવનનું સાધ્યબિન્દુ લક્ષતી નથી; પિતાના આત્માની ઉન્નતિ અને અન્ય જીવોની ઉન્નતિ અર્થે પોતાનું જીવન છે એમ ઉત્તમ સ્ત્રી સમજે છે. સંસારના સર્વ જડ પદાર્થો ક્ષણિક છે, જડ પદાર્થો કેઈના થયા નથી અને થશે નહિ. શરીરની સુન્દરતા ક્ષણિક છે, એમ પતિવ્રતા સ્ત્રી સમજે છે, તેથી તે શરીર અને રૂપ આદિનો અહંકાર કરતી નથી, તેમ શરીરની ટાપટીપ અને વસ્ત્રો તથા આભૂષણેથી અને આકર્ષણ કરવાનું તે પસંદ કરતી નથી. પતિની સેવા કરવામાં આત્મભેગ આપે છે. વસ્તુતઃ જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી તે ભેગને રોગ સમાન જાણે છે અને વ્યવહાર અને નિશ્ચયનયથી જૈનધર્મની આરાધના કરે છે, પિતાના ઉત્તમ નીતિમય અને ધર્મમય આચાર અને વિચારોથી મન, વાણું અને કાયાની શુદ્ધિ કરે છે, આવી રીતે ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓ જે હિન્દુસ્થાનમાં વધુ ઉત્પન્ન થશે તે હિન્દુસ્થાન પુનઃ જાગ્રત થશે; વર્તમાન એક દેશીય-દષ્ટિથી દેખાતા સુધારા, કિન્તુ ભવિષ્ય દષ્ટિથી દેખાતા કુધારાઓનો ચેપ, આર્યસ્ત્રીઓને જે લાગુ પડશે તે તેઓની સ્થિતિ ત્રિશંકની પેઠે થશે. યુરોપ અને અમેરિકા દેશના લેકે પણ ભારતવર્ષની સ્ત્રીને પતિવ્રતા ધર્મોને હવે પ્રશંસવા લાગ્યા છે. કહેવાતા સુધારાના શિખરે પહોંચેલા પણ, આર્યાવર્તમાં–જૈનશાસ્ત્રમાં કથેલા પતિવ્રતા સ્ત્રીને ધર્મને પ્રશંસે છે, કેમકે ઉત્તમ પુરૂષ અને ઉત્તમ સ્ત્રી બન્ને પરસ્પર સંપીને સંસારમાં રહે છે અને પરસ્પર એક બીજાનું ભલું કરવા પ્રયત્ન કરે છે, અર્થાત પરસ્પરની ઉન્નતિ કરવા સ્ત્રી અને પુરૂષ પ્રયત્ન કરે છે. પરસ્પર મનનું ઐક્ય રાખીને ઉત્તમ સ્ત્રી અને પુરૂષ વર્ત છે, તેથી દ્વિધાભાવરૂપ સારડીનું દુઃખ રહેતું નથી, તેથી શાતવેદનીયજન્ય પૌલિક સુખ ભેગવે છે. શુદ્ધચેતના કહે છે કે, હે અનુભવ ! ઉપર્યુક્ત સંસારદશામાં પણ પુરૂષ અને સ્ત્રીના ગુણે અને તેમાં દ્વિધાભાવને અભાવ વર્તે છે એવું મેં જણાવ્યું, અથૉત્ આવી રીતે સંસારની સ્થલ ભૂમિકામાં પણ ઉત્તમ પુરૂષ અને પતિવ્રતા સ્ત્રીમાં દ્વિતભાવ રહેતું નથી, એમ જ્યારે છે ત્યારે સૂક્ષ્મ આત્મપ્રદેશમાં ભારે અને મારા ચેતનસ્વામીનો દ્વિધાભાવ રહે એ કેટલું બધું અનિષ્ટ છે? તેનો જરા વિચાર કરે ! ત્રણ ભુવનમાં એકી અવાજે કહેવાય છે કે, આત્મા એજ ઉત્તમમાં ઉત્તમ અનન્ત ગુણમય પુરૂષ છે અને શુદ્ધચેતનાજ ઉત્તમમાં ઉત્તમ અનન્ત સુખપ્રદા સ્ત્રી છે,
ભ, ૩૨
For Private And Personal Use Only