________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૨ )
ને કરવો જોઈએ, પ્રેમની પણ હદ હોય છે, રાત્રી અને દિવસમાં વારવાર સ્વામીનું જ રટન કર્યા કરવું એ કંઈ સારું ગણાય નહિ, ઈત્યાદિ વાને પણ ભલે દુનિયા બોલે, પણ પોતાના સ્વાભાવિક શુક્ર ચેતન
સ્વામીને મળવું અને તેમનું હૃદયમાં વારંવાર સ્મરણ કરવું, એ કેઈપણરીતે સ્ત્રીને નુકશાનકારક નથી. સ્ત્રીને પિતાના ચેતનસ્વામીપરને પ્રેમ છૂપાવ્યો કદી છુપાતો નથી. પાન ચાવવું અને મુખ રક્ત ન થાય એમ તે કદાપિ બને કે? મારા સ્વામીને હું ચાહીશ અને તેમનું એક સ્થિરપયોગથી ધ્યાન ધરીશ તો અવશ્ય મારા ચેતનસ્વામી, ૫રભાવદશારૂપ પરસ્ત્રીને ત્યાગ કરીને, મારા શુદ્ધ રમણુતારૂપ મન્દિરમાં પધારશે. મારા જ્ઞાનાદિ આધારભૂત ચેતન સ્વામિની પ્રસન્નતાને માટે અનેક તપ, જપ, દયાન, સમાધિ અને લીનતાના ઉપાય કરું તેમાં કઈ જાતની લજા શા માટે રાખું? અર્થાત્ મારા ચેતનસ્વામીની પ્રાપ્તિ માટે ગમે તે કરું અને ગમે તે બોલું તેમાં દુનિયાના બોલવા ઉપર કંઈપણ લક્ષ્ય આપવાની જરૂર નથી. સમતા કહે છે કે, હું ચેતનની સ્ત્રી છું અને અનન્ત ગુણમય એવા ચેતન મારા પતિ છે, એમ ત્રણે ભુવન જાણે છે; આ વૃત્તાંત કંઈ છાનું નથી તો મારા ચેતનની પ્રાપ્તિ માટે સાધવી બનું અને સકળ સંસાર છોડું તે તેમાં મેં કંઈ વિશેષ કર્યું કહેવાય નહિ. મનમાં, તનમાં અને વાણુંમાં મારા ચેતનસ્વામી વ્યાપી રહ્યા છે, અર્થાત્ મારી રગેરગમાં ચેતનસ્વામી વસી રહ્યા છે, તેથી હું મારા સ્વામિને મળવા માટે અત્યંત આતુર બની છું. સમતા આત્મસ્વામિને જ શરણ્યમાં શરણ્યભૂત માનીને પુન: નીચે પ્રમાણે ઉદ્ધાર કાઢે છે.
में आयी प्रभु सरन तुमारी, लागत नाहि धको॥ भुजन उठाय कहुं औरन , करहुं जकरही सको।। मोकू० ॥२॥
ભાવાર્થસમતા કહે છે કે, હે પ્રભો ! હું તમારા શરણે આવી છું, તેથી મને કઈ જાતને ધક્કો લાગવાને નથી, હાથ ઉઠાવીને અન્ય લેકોને કહું છું કે તમારી શક્તિ હોય તો મને પકડી શકે. જ્ઞાન, દર્શન, અને શાશ્વત સુખમય ચેતન સ્વામિનું શરણું અંગીકાર કર્યા પછી હવે મને કેઈને ભય રહ્યો નથી, તેમ કોઈની સ્પૃહા પણ રહી નથી. દુનિયાના સર્વ જડ પદાર્થોને હું તૃણવત્ ગણું છું. રાગદ્વેષાદિ શત્રુઓને પણ હવે હું હિસાબમાં ગણતી નથી. રાગદ્વેષાદિ શત્રુઓમાં જે હવે ખરેખરી શક્તિ હોય તે મને પકડવાને તૈયાર થાઓ !! અસલોકોને રાગદ્વેષાદિ શત્રુઓ પકડી શકે છે, પણ હું હવે અજ્ઞાન દશાવાળી રહી
For Private And Personal Use Only