________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮ ) નજરથી સ્વકીય ચેતન સ્વામિને અવલોકી શકે, તેમજ સ્વામી અને સ્ત્રી એ બેમાં હું તેનો ભેદ વિસરીને, એકરૂપ બની જાય અને તેથી તે અનંત સુખસાગરમાં તલ્લીન રહે એ બનવા યોગ્ય છે. ભૂતકલમાં અનન્ત આત્માઓ શુદ્ધ પરિણતિના ગે પરમાત્મપદ પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં અનત આત્માઓ સિદ્ધ પરમાત્મપદને પામશે; રાગ અને દ્વેષના ગે થએલી અશુદ્ધ પરિણતિને ટાળી શુદ્ધ પરિણુતિ કરવી જોઈએ. મનુષ્ય આત્મ પ્રેમથી અશુદ્ધ પરિણતિને પણ શુદ્ધ પરિણતિમાં ફેરવી નાખે છે. આત્માના ઉપર શુદ્ધ પ્રેમથી જોવું જોઈએ. જગતના સર્વ જીવો ઉપર નિષ્કામ પ્રેમથી જોવું જોઈએ. શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ એકદમ થઈ શકતી નથી; રાગ અને દ્વેષની વૃત્તિને હઠાવવાથી શુદ્ધ પરિસુતિ થઈ શકે છે. રાગ અને દ્વેષની અશુદ્ધતા ટાળતાં નિરજન પરમાત્મ પતિની પ્રાપ્તિ થાય છે. અપ્રશસ્ય એવા રાગ અને દ્વેષને પ્રથમ પ્રશસ્ય રાગ અને દ્વેષમાં ફેરવી નાખવા. જગના સર્વે જીવો પોતાના આત્મસમાન લાગે તો અપ્રશસ્ય રાગ અને દ્વેષ ટળી જાય છે અને પ્રશસ્ય રાગ અને પ્રશસ્ય શ્રેષની પરિણતિ થાય છે. સદ્દગુણને રાગ થતાં દુર્ગુણનો રાગ ટળે છે અને દુર્ગણેપર દ્વેષ પ્રગટે છે. આમા પિતાના મૂળધર્મને ધર્મ તરીકે માની તેમાં રમણતા કરે છે, તેથી તે શુદ્ધ પરિણતિને પ્રાપ્ત કરે છે; આ રીતે મનુષ્ય શુદ્ધ પરિણુતિને પ્રગટાવવાને માટે સમર્થ થાય છે.
શુદ્ધપરિણતિ પોતાના નિરજન દેવ પતિને સર્વસ્વ માનીને તેની સ્તુતિ કરે છે અને તેને જ પિતાના હૃદયમાં ધારણ કરે છે, તે નીચે મુજબ-તેના ઉદ્દગારથી જણાવે છે.
एह कामगवि एह कामघट, एही सुधारस मंजन ॥ आनन्दधन प्रभु घटवनके हरि, काम मतंगज गंजन ॥
ભાવાર્થ-શુદ્ધ પરિણતિ કથે છે કે, મારે આત્મા જ કામગૌ છે. કામધેનુ જેમ મનોવાંછિત પૂરે છે, તેના કરતાં પણ મારે શુદ્ધ આત્મદેવ અનન્તગુણ અધિક સુખ આપવા સમર્થ થાય છે. આત્મસ્વામી તેજ કામ ઘટ છે. આત્મસ્વામિની અસ્તિતાવિના કામ કુંભ પણ કંઈ આપવા સમર્થ થતો નથી. આત્મસ્વામી છે તેજ અમૃતરસ મંજન છે. આનન્દનો ઘન જેમાં છે એ આમ પ્રભુજ, મારા મનરૂપ
For Private And Personal Use Only