________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૫ ) अधुरानी परीक्षा शी? अधुराने परीक्षा शी? परीक्षानी नथी पदवी, अहो सर्वज्ञवण बीजे-॥ थयो नहि ने थवानो नहि, जगत्नो एक मत क्यारे । मनोवृत्तितणां वाद्यो, प्रकाशे मुखथी नाना ॥
દુનિયા અમારી દષ્ટિથી ગમે તે અવળું બોલ્યા કરે તેની અમારે પરવા નથી. શુદ્ધાત્મ સ્વાભિવિના મને અન્ય કશું કંઈ રુચતું નથી. ચેલમજીઠનો રંગ મને મારા આત્મ સ્વામિની સાથે લાગ્યો છે તે કદાપિ છૂટવાનો નથી. દોષાશ્રયભૂત એવા ચિત્તના ગે જગતના લેકે મારા વિષે ગમે તેવું માને, તેથી મારે તેને મારી ખરી વાત મનાવવા જવાની જરૂર નથી. દુનિયાના મનુષ્યોને મનાવવા જતાં કદાપિ ચોલમજીઠને રંગ આવવાનો નથી. પોતાની વાત ખરી છે અને સર્વજ્ઞ વાણીની તેમાં સાક્ષી છે તો અન્ય લોકો ગમે તેમ બોલે તેના પર લક્ષ આપવાની કશી જરૂર જણાતી નથી. ખરું તત્ત્વ અને ગગનમાં ચડીને ગાજે છે. ખરું તત્ત્વ જેટલા જોરથી છુપાવવામાં આવે છે, તેના કરતાં બમણા જોરથી તે બહાર આવે છે. ત્રણ ભુવનના સ્વામી અને લોકાલોક પ્રકાશક એવા મારા ચેતન સ્વામીમાં તન્મય થતાં દુનિયાની સ્પૃહા શી ? દુનિયા કરોડગણું પરીક્ષા કરે તો પણ વસ્તુનો સ્વભાવ જે હોય છે તેવો અન્ત માલુમ પડ્યાવિના રહેતો નથી, માટે મારે દુનિયાનો ન્યાય જોઈતો નથી; કારણ કે, વસ્તુનું ખરું સ્વરૂપ સર્વને ભાસે છે. અધુરાની પરીક્ષા જગતમાં હોતી નથી, તેમજ સર્વજ્ઞ દષ્ટિવિનાની અધુરી એવી દુનિયાને સ્વબુદ્ધા પરીક્ષાનો અધિકાર પણ નથી. ખરી પરીક્ષાની પદવી સર્વજ્ઞવિના અન્યને ઘટી શકતી નથી. જગતના કેમાં કોઈ પણ બાબતની પરીક્ષામાં બે મત પડયા વિના રહેતા નથી. અમુક આચાર્યને કઈ સારા માને છે, તે અમુક તેને બુરા માને છે; અમકને કેટલીક દનિયા વ્યભિચારી માને છે, તે કેટલીક દુનિયા તેને બ્રહ્મચારી માને છે. જગતના લોકેનો એક મત આજસુધી ધર્મ વગેરે કઈ બાબતમાં થયો નથી અને થવાનો નથી. શ્રી તીર્થકર ભગવાનને પણ ત્રણસે ત્રેસઠ પાખંડીઓ, પાખંડી માનતા હતા. શ્રી તીર્થકર જેવા સર્વજ્ઞ છતાં પણ જગતના લેકે એકમતના થયા નહિ, તે અન્ય બાબતમાં જગતને એકમત ક્યાંથી થઈ શકે?—મનુષ્યની મનવૃત્તિનાં વાધો પ્રત્યેક મનુષ્યના મુખથી ભિન્ન ભિન્ન પ્રકાશ્યા કરે છે. જગતના લેકની ભિન્ન ભિન્ન દૃષ્ટિ છે. મારે તો મારા પતિનું શરણું છે. મારું મન નિર્દોષી છે તેમ છતાં અપરાધી તરીકે જગતના
For Private And Personal Use Only