________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ ) લે-કરેકે ઉપાથી મને દેખે તે તેથી શું? ફક્ત મારા પતિને મારાપર પ્રેમ હો જોઈએ.
હે આનન્દના ઘનભૂત ચેતન ! તમે નિશ્ચય થકી માનશે કે, આ જન આપ શ્રી રાવજ છે; શરણ્યમાં શરણ્ય આપશ્રી જ છે, અર્થાત આપની સ્ત્રી હું છું. ખરેખર અન્તઃકરણથી કહું છું કે, મારા ઉપર ફક્ત આપની કૃપાદૃષ્ટિ જોઇએ. સમતા મારી છે અને સમતાની સંગતિ એક ક્ષણમાત્ર પણ છોડનાર નથી, એમ આપના નિશ્ચયવિના અન્ય હું કશુંકંઈ ઈચ્છતી નથી.
સમતાનું કહેવું ખરેખર ગ્ય છે, કેમકે તેનું હૃદય પોતાના પતિવિના અન્યત્ર અંશમાત્ર નથી. પોતાના પતિના યારપર તે તન, મન અને પ્રાણને પણ વારી જાય છે. સમતાની આવી હદયની લાગણીની જેટલી પ્રશંસા કરીએ તેટલી થેડી છે. સમતા સ્ત્રી, દુનિયાદારીની પરવા રાખતી નથી. પોતાના શુદ્ધચેતન સ્વામિને,–આવી તેની ઉત્તમ દશાથી–તે પિતાનાથી અભિન્ન કરી શકે તેમાં કાંઈ આશ્ચર્ય નથી.
બાહ્ય જગતની સ્થલ ભૂમિકામાં પણું ઉત્તમ પતિવ્રતા સ્ત્રી પિતાના પતિ પર પ્રેમ ધારણ કરે છે અને દુનિયા ગમે તેમ બેલે, ગમે તેવું જુએ, તોપણ તે પોતાના સ્વામિને આશ્રયભૂત માનીને રહે છે. પિતાના સ્વામિની કૃપાને જ ઉત્તમ પતિવ્રતા સ્ત્રી ઇચ્છે છે. અન્ય પુરૂ
ના ભમાવ્યાથી ભમી જતી નથી, અર્થાત્ પતિવ્રતાના ટેકને અચલ ધ્રુવવત્ ધારે છે. સમતા તે બાહ્ય સ્થૂલ જગતની ભૂમિકામાં ગણાતી પતિવ્રતા સ્ત્રી કરતાં પણ, અનન્તગણું ઉત્તમ છે તેથી તેને પાર પિતાના ચેતનસ્વામી પર કેટલે હેય, તેને ખ્યાલ તેના અનુભવવિના ક્યાંથી આવી શકે ? ઉત્તમ સ્વભાવવાળી સમતા પ્રત્યેક જીવોમાં સત્તાએ છે, તેથી ઉપર્યુક્ત વૃત્તાંતને અન્તરમાં ઘટાવવું અને પરમાતમપદની પ્રાપ્તિ કરવી એમ આનન્દઘન કથે છે.
પદ ૬૦.
(રાગ સારંગ.) अब मेरे पति गति देव, निरञ्जन । अब० ॥ भटकू कहा कहा सिर पटकू, कहा करुं जन रञ्जन ॥ अब०॥१॥
ભાવાર્થ-શુદ્ધ પરિણતિ કહે છે કે, હવે તે મારા નિરજન દેવ પતિ તેજ મારે શરણભૂત છે. હવે હું ક્યાં ભટકું? અને ક્યાં જઈ શિર પટકું? અને શામાટે જનરંજન કાર્ય કરું? મારા પતિ નિરજન છે. એમ વસ્તુતઃ મેં જાણું લીધું. નિરજન દેવ તેજ મારા પતિ છે તે કેમ
For Private And Personal Use Only