________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨ ) અને આત્માનું પરિપૂર્ણ ઐક્ય કરાવી આપનાર આત્મરમતા છે. શુદ્ધચેતના જે વિજ્ઞપ્તિ કરે છે તેમાં રમતા રહેલી છે. આત્મામાં રમતા પ્રગટ્યાવિના શુદ્ધચેતનાથી આવા ઉદ્ધાર કાઢી શકાય નહિ. મનુષ્યોએ શદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવી જોઈએ. જેના હૃદયમાં અમુક અંશે શુદ્ધ ચેતના પ્રગટી છે, તે આ બાબતને અનુભવ કરી શકે છે. શ્રીમાન આનંદઘનજીને આ બાબતનેઅમુક ગુણસ્થાનકની હદ-અમુક અંશે, ક્ષપશમભાવે અનુભવ પ્રકો હતો, તેથી તેમણે આ બાબતનો ઉલ્લેખ ર્યો છે. શુદ્ધ ચેતના અને આત્માની એક જાતિ છે. શુદ્ધ ચેતનાના આ પ્રમાણે પ્રેમ ઉદ્ધારા નીકળેલા આપણે જાણ્યા, હવે શુદ્ધ ચેતના આગળ વધીને પિતાના સ્વામીને મળવાને શુદ્ધ પ્રેમથી વિજ્ઞપ્તિ કરી પિતાનું હૃદય ખાલી કરે છે તે દર્શાવે છે.
मोहन रास न दूसत तेरी आसी।
મન મા હૈ ઘરની વાણી | પારે. રૂ . ભાવાર્થ.–શુદ્ધ ચેતના કહે છે કે, મારા મનને મોહ પમાડનાર મેહન ! હું તારા ઉપર પ્રેમ ધારણ કરીને આશાવાળી બની છે, તેથી તારે રાસ કંઈ દોષયુક્ત થતો નથી, કેમકે તારી સાથે હું રમણુતારૂપ રાસ ખેલવા ધારું છું, તેમાં કામ વા ભયની વૃત્તિનો અંશમાત્ર સંબન્ધ નથી. મદન વૃત્તિ અને ભય વૃત્તિ તે એક ઘરની દાસી સમાન છે, તેના સંબન્ધવડે હું તારી સાથે રાસ ખેલવા માગતી નથી, પણ નિર્દોષ શુદ્ધ પ્રેમવૃત્તિથી તારી સાથે રમણુતારૂપ રાસ ખેલવા ઈચ્છું છું. કામ અને ભય એ બેને નિકટ સંબધ છે; કામ સેવનારને અમુક સંયોગવચ્ચે ભય ઉત્પન્ન થાય છે, પણ મારે રાસ નિર્દોષ શુદ્ધ ધર્મવાળે છે, તેથી મને કામ અને જગને પણ ભય નથી. હે ચેતન ! હું આપની સાથે સહજ શુદ્ધ ધર્મથી મળવા માટે ઇચ્છું છું, માટે આપ કોઈ જાતની મનમાં શંકા લાવશે નહિ.
જગતની સ્થલ ભૂમિકાના વ્યવહારમાં પણુ પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વામિનીસાથે રાસ રમે છે અને તે મદનની શાન્તિ અને ભયને હિસાબમાં ગણતી નથી; ઉત્તમ પતિવ્રતા સ્ત્રી કામના ઉપર જય મેળવે છે અને વ્યાવહારિક પ્રેમથી તે પિતાના પતિની સાથે રાસ રમે છે. અધમ સ્ત્રીઓ પથવૃત્તિની પેઠે કામની લાલસાઓ પૂર્ણ કરવાને માટે જ પતિપર પ્રેમ ધારણ કરે છે. કામની શાન્તિ માટે અધમ સ્ત્રીઓ પતિ પર પ્રેમ ધારે છે, અન્યથા વ્યભિચારાદિક કૃત્યમાં પ્રવેશ કરે છે અને પતિવ્રતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની સાથે અમુક હેતુવિના પ્રાયઃ
For Private And Personal Use Only