________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૦ )
શુદ્ધચેતના પોતાના સ્વામિને પોતાની શુદ્ધપ્રેમવૃત્તિથી વિનવે એ ખરેખર ચેાગ્ય છે. એક કવિ કહે છે કે, શુદ્ધપ્રેમ મેાક્ષનું દ્વાર છે. એક કવિ તે તેનાથી પણ આગળ જઈને કહે છે કે, શુદ્ધપ્રેમ એ પ્રભુના પ્રતિનિધિ છે. કોઈ પણ પ્રકારની વાસનારહિત-નિર્દોષ ગુણહેતુભૂત-પ્રેમની ઝાંખી જેને થાય છે, તેજ પ્રેમનું રહસ્ય અનુભવી શકે છે. શુપ્રેમ એ આનન્દનું ઘર છે. શુદ્ધપ્રેમ થયાવિના આત્મપ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેના હૃદયમાં શુપ્રેમ નથી તે આનન્દને સ્વામાં પણ દેખી શકતા નથી. શુપ્રેમસાગરમાં શરીર, મન અને વાણી તે એક તૃણુસમાન ભાસે છે. શુપ્રેમસાગરની નીચે શુદ્ધર્મનાં રત્નો છે. જે શુદ્ધ મનુષ્ય પ્રેમસાગરના તળીએ જઈ શકતા નથી, તે શુદ્ધ આનન્દાદિ રત્નોને પ્રાપ્ત કરી શકતા નથી. શુપ્રેમાર્દિકથી આનન્દની સરિતાએ નીકળે છે અને તે જગને આનન્દ અર્પવા સમર્થ થાય છે. શુપ્રેમમાં ખરેખર, ક્રોધ, વિશ્વાસઘાત, હિંસાપરિણામ, માન, કપટ, લેાભ, અસૂયા, હૃદયભેદ, છળ અને પ્રતિકૂળભાવને અંશમાત્ર પણ રહેતા નથી. શુપ્રેમના દરિયામાં જેઆ સાન કરે છે, તેએ અહંત્વભાવનું ભાન ભૂલી જાય છે. આખા જગતના જીવાપર જેની શુદ્ધપ્રેમષ્ટિ છે, તેવા મહાત્માએ ત્રણ જગત્ને પવિત્ર કરવા સમર્થ થાય છે. જેનામાં શુપ્રેમ નથી, તે પ્રભુને મળવાને યોગ્ય બન્યો નથી. જેનામાં શુદ્ધપ્રેમ છે, તે સર્વ જીવાની સાથે ઐકય અનુભવે છે અને ગમે તેવા હિંસક જીવાપર તેની સાથે પ્રેમથી વર્તી શકે છે. શુપ્રેમ એ અનન્તમણને લોહચુંબક છે; તે સર્વ જીવાને પાતાની તરફ આકર્ષી શકે
છે અને આનન્દને પ્રગટાવી શકે છે.
શુપ્રેમરૂપ વારિથી દોષીએના દેખાને ધોઈ નાખવામાં આવે છે. પ્રેમરૂપ ચન્દ્રથી કેાને જગત્માં શાન્તિ થતી નથી? શુપ્રેમમાંથી આનન્દના મહાસાગર પ્રગટે છે. શુદ્ધપ્રેમની આગળ સત્તા, ધન અને આઘુમાન-પ્રતિષ્ઠા તેા નાકના મેલ સમાન છે. શુપ્રેમ કરનાર નિસ્પૃહ હવે જોઈ એ. વિષયભાગાર્થે જે પ્રેમ થાય છે તે શુપ્રેમ નથી. શુપ્રેમના ઉદરમાં તેા જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણા ભર્યા હોય છે. શુપ્રેમરૂપ સૂર્યનાં કિરણેાથી હિંસારૂપ હિમ ગળી જાય છે અને કલેશ, નિન્દાદિ સૂક્ષ્મ જંતુઓના અભાવ થઈ જાય છે. શુપ્રેમની કોઈ અપે ક્ષાએ અવધિ નથી, એમ કહીએ તે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કામાર્થપ્રેમને ધારણ કરનારા ઘણા છે, સ્વાર્થનેમાટે પ્રેમને ધારણ કરનારાઓ ઘણા છે, અમુક વ્યક્તિમાં કોઈ પણ આશાને લેઈ પ્રેમ ધારણ કરનારા ઘણા છે, રૂપાદિની મનહરતા અને માહ્યમાં કલ્પાએલી
For Private And Personal Use Only