________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬ ) અને મારી જુદાઈ કઈ પણ રીતે અંશમાત્ર સુખપ્રદ નથી. બન્ને વચ્ચે ભેદ પડાવનારી વિભાવ દશા છે. શુદ્ધચેતના કથે છે કે, મારી સાથે સ્વામીનો ભેદભાવ એ કઈ રીતે સ્વપમાં પણ શાંતિ કરનાર નથી.
શુદ્ધચેતનાનું ખરેખર આ વાસ્તવિક કથન છે. જગની સ્કૂલ ભૂમિકામાં પણ નીતિશાસ્ત્રના વેત્તાઓ, સ્ત્રીની સાથે પુરૂષની વૈતભાવનાને, હૃદયને હેરનારી સારડી કથે છે. સ્કૂલ–બાહ્ય જગત્માં પણ સ્ત્રીની સાથે પુરૂષ ભેદભાવ રાખે તો તે સ્ત્રીને અત્યંત દુઃખકર લાગે છે. પુરૂષ અને સ્ત્રીના સમાન વિચાર, આચાર અને વય આદિ હોય છે તો બન્નેનું સર્વાવસ્થામાં ઐક્ય રહી શકે છે. સંસારની બાહ્ય ભૂમિકામાં પણ પુરૂષ અને સ્ત્રીના સ્વભાવનું મળતાપણું દેખવામાં આવે છે તે લગ્ન પશ્ચાત્ બન્નેની અદ્વૈતતા અર્થત એકતા કાયમ રહે છે. પુરૂષમાં નીચે પ્રમાણે ગુણે હોવા જોઈએ. સ્ત્રીના હૃદયને જાણનાર હોવો જોઈએ. વિષય સ્વાર્થની બુદ્ધિથી લગ્ન કરનાર ન હોવો જોઈએ, કારણકે વિષયના પ્રેમથી સ્વાર્થી બનેલે પુરૂષ પોતાની સ્ત્રીની સાથે અમુક કારણથી અણબનાવ થતાં, અથવા પોતાની સ્ત્રીથી અન્ય સ્ત્રીના રૂપાદિકની મનોહરતા અને શ્રેષ્ઠતા વધુ દેખતાં, પોતાની સ્ત્રી પર પ્રેમ ઉતારી દે છે અને પરસ્ત્રી સાથે લંપટ બને છે. આવાં દુનિયામાં લાખો દષ્ટાન્તો જેવાં હોય તો જોઈ શકાય તેમ છે, માટે પોતાની સ્ત્રીવિના અન્યની સ્ત્રી સાથે પત્ની પ્રેમનો સંબધુ ત્યાગનાર પુરૂષ હોવો જોઈએ. પિતાની સ્ત્રીના શ્રેયમાટે તેને ઉચ ટીપર ચઢાવનાર હોવું જોઈએ, અર્થાત પિતાની સ્ત્રીને ઉન્નતિ ભાર્ગમાં સહાય કરનાર પુરૂષ હોવો જોઈએ. કામ અર્થાત વિષયભેગને માટે સ્ત્રી લગ્ન છે એટલું જ માત્ર સમજનાર ન હોવા જોઈએ. કામગની આશાએ સ્ત્રીને ખુશી કરવી આવી વૈષયિક બુદ્ધિને ધારણ કરનાર ફક્ત ન હે જોઈએ. કારણકે સ્ત્રીને આત્મા પણ પોતાના આત્માની બરોબર છે. ભેગકર્મના ઉદયથી સ્ત્રીના સંબંધમાં આવે તો પણ, ભેગકર્મને વખત આવે ત્યાગ કરવાની ઈચ્છાવાળો હોવો જોઈએ. સંસારમાં રહ્યા છતાં જલકમલવત નિર્લેપ દશા ધારણ કરવાનો ભાવ જેના હૃદયમાં છે એ પુરૂષ હોવો જોઇએ ક્ષમા, વિવેક, દયા, દાન, ગુણાનુરાગ, ધર્મ, પ્રેમ, તત્ત્વદૃષ્ટિ, ગંભીરતા, સહનશીલતા, ધૈર્યતા, વીરતા, સમાનતા, દક્ષતા અને સમય આદિગુણેને ધારણ કરનાર પુરૂષ હા જોઇએ. ધર્મ કાર્યમાં સ્ત્રીને સહચારિ બનાવનાર હોવો જોઈએ. શ્રી જૈન ધર્મનાં તોને જ્ઞાતા હૈ જોઈએ. કરેલી પ્રતિજ્ઞાને વહન કરનાર પુરૂષ હોવો જોઈએ. સંસાર વ્યવહારમાં જોડાતાં પહેલાં પિતાના આત્માની તુલના કરનાર છે જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર
For Private And Personal Use Only