________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લૌકિક-નિષ્કામ પ્રેમથી વર્તે છે અને તે કામને જીતીને તેને (કામને) પિતાને ગુલામ બનાવે છે. કામની વૃત્તિને તે પશુની પેઠે જીતી લે છે અને તેથી તે પોતાના સદ્વર્તન માટે નિર્ભય રહે છે. ભયના પ્રસંગોને જીતવાથી ભયને તે પગતળે રૂની પેઠે દબાવી દે છે. પોતાના નિર્મલ-લૌકિક નિષ્કામ પ્રેમથી તે સઘળી દુનિયામાં આનન્દથી વિચરે છે. પતિવ્રતાને મૂળધર્મ સાચવીને તે પોતાના સ્વામિ સાથે રાસ રમે છે; પશુ વૃત્તિની પેઠે વિષયભાગમાં નિમગ્ન થવું એવું કંઈ રાસનું રહસ્ય નથી; નિર્મલ અને લૌકિક-નિષ્કામ પ્રેમથી જીવનને વહવું એજ રાસનું મુખ્ય રહસ્ય છે. વૈષ્ણોમાં રાસ રમવાની પ્રવૃત્તિ ચાલે છે, તેમાં પણ વિશેષતઃ વલ્લભાચાર્ય સ્થાપિત પુષ્ટિમાર્ગમાં રાસ રમવાને રીવાજ હોય છે તેના પિતાના શ્રીકૃષ્ણ અને ગોપીઓને પણ રાસ લીલામાં વારંવાર દેખે છે, તેમજ તેમના આચાર્યો પણ રાસલીલાની પ્રવૃત્તિને વખાણે છે, પણ તેમાં ઉત્તમ જ્ઞાન અને નિષ્કામ પ્રેમના અભાવે રાસલીલાનો ઉદ્દેશ ભુલાય છે. નિષ્કામ પ્રેમ અને નિર્દોષ બુદ્ધિથી રાસ રમવાનો મૂળ ઉદ્દેશ ભૂલી જવાય અને તેના ઠેકાણે વિષયભેગની લીલાજ પ્રસરે તે અધર્મનું હૃદયમન્દિર બની શકે તેમાં આશ્ચર્ય નથી. સૂમ ભૂમિકામાં આત્મા એ શ્રીકળણ છે અને તેની જ્ઞાન દર્શન અને દયા આદિ, વૃત્તિરૂપ ગોપીકાઓ છે; તેની સાથે ક્ષણે ક્ષણે આત્મા રમે છે તેનાથી તે વિભાવમાં પ્રવેશતો નથી, પણ ઉલટો સ્વસ્વભાવના રાસમાં વિશેષતઃ સ્થિર થઈને સહજ આનન્દ રસ આસ્વાદે છે. આત્મા આવી સ્થિતિનો રાસ રમવો એવું તેનું મૂળ રહસ્ય છે, તે જે દૂર રહે અને ઉલટું હૃદયમાં કામાદિ રાસનું ચિત્ર ખડું થાય, તો તેને કુરાસ કહેવામાં આવે તેમાં કંઈ આશ્ચર્ય નથી. યુરોપ દેશના મનમાં જ દી રીતે આ રાસકીડાનો આશ્રય લેવામાં આવે છે. દુનિયામાં પણ લૌકિક નિષ્કામ પ્રેમની
ગ્યતા લાવ્યાવિના આવા રાસથી વિપરીત પરિણામ આવે છે, અર્થાત પુરુષ અને સ્ત્રીઓ કામ અને ભયનોજ રાવ રમે છે એવી તેમના હૃદયની ખાત્રી થાય છે. લેટેત્તર નિષ્કામ પ્રેમ મેળવવો એ કંઈ ન્હાના છોકરાના ખેલ નથી. આત્માનું જ્ઞાન થતાં નિષ્કામ પ્રેમનું દ્વાર ખૂલે છે, માટે મનુષ્યોએ. નિષ્કામ પ્રેમ માટે આત્મજ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. પ્રેમવિના સહજ આનન્દમાં પ્રવેશ થઈ શકતો નથી. કામ અને સ્વાર્થ તથા ભય વગેરે નીકળી જતાં પ્રેમની શુદ્ધિ થાય છે. પારદ ધાતુને મારીને તેની શુદ્ધિ કરી વાપરવાથી શરીરપુષ્ટિ થાય છે, પણ કાચ પારો ખાવાથી ઉલટી શરીરની અને પ્રાણની હાનિ થાય છે. તે પ્રમાણે પ્રેમની પણું કામ, સ્વાર્થ, આશા અને ભય વગેરે
For Private And Personal Use Only