________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) ઈષ્ટતાને લેઈ પ્રેમને ધારણ કરનારાઓ તે ઘણું છે, સત્તા, ધન, માન અને કીર્તિની લાલચથી અમુક વસ્તુ સંબધી પ્રેમ ધારણ કરનારાઓ અસંખ્ય છે, પણ સગુણોની પ્રાપ્તિ માટે અને સર્વના ભલા માટે, કોઈ પણ બાપદાર્થની ઈચછાવિના-સર્વદા–સર્વત્ર, સર્વથા પ્રેમ ધારણ કરનારાએ તો વિરલા છે. અશુદ્ધ પ્રેમને ધારણ કરનારાઓ તો પગલે પગલે મળે છે, પણ શુદ્ધ પ્રેમને ધારણ કરનારાઓ તો વિરલા મળી આવે છે. કેટલાક વિષય પ્રેમના કાવ્યોમાં દુનિયાને પ્રેમી બનાવનારા તે મળી આવે છે, પણ શુદ્ધ પ્રેમનાં કાવ્યો રચીને શુદ્ધ પ્રેમનું પોતે પાત્ર બનનારાઓ તો અપ મળી આવે છે. અશુદ્ધ પ્રેમના ક્ષારદધિત યત્રતત્ર બહ દેખવામાં આવે છે, પણ શુદ્ધ પ્રેમના અમૃતોદધિત અલ્પ દેખવામાં આવે છે. અશુદ્ધ પ્રેમના સરેવરને સુકાતાં વાર લાગતી નથી, પણ શુદ્ધપ્રમોદધિનું તો કદાપિકાળે સુકાવાપણું થતું નથી. અશુદ્ધપ્રેમ સંધ્યાના રાગની પેઠે ક્ષણિક છે અને શુક્રપ્રેમનો રંગ તો ચોલમછઠ સમાન છે. શુદ્ધપ્રેમથી સર્વ દો ટળે છે અને સ્વાદિથી ઉત્પન્ન થએલ અશુદ્ધ પ્રેમ અનેક દોષોને પ્રગટાવી શકે છે. શુદ્ધ પ્રેમમાં સત્વગુણની પ્રધાનતા હોય છે. શુદ્ધપ્રેમ સર્વ જીવોનું શ્રેયઃ કરવા સમર્થ થાય છે. શુદ્ધપ્રેમના પશું તે તે સદ્ ગુણની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. જેના હૃદયમાં પરમાત્મતત્ત્વસંબધી શુદ્ધ પ્રેમ પ્રગટે છે, તેના મુખઉપર આનન્દની છાયા દેખાવ આપે છે, અર્થાત તેનું મુખ પ્રફુલ્લ રહે છે. શુદ્ધપ્રેમની કિંમત આંકી શકાતી નથી. શુદ્ધ પ્રેમથી આનન્દને પ્રકાશ થયાવિના રહેતો નથી. શુદ્ધ પ્રેમથી અહત્વ અને મમત્વ રહેતું નથી.
શુદ્ધચેતના સ્ત્રી પોતાના સ્વામિપર શુદ્ધ પ્રેમ ધારણ કરે છે, તેથી તેને આત્મસ્વાભિવિના બિલકૂલ અન્યત્ર ચેન પડે નહિ અને કેઈપણ બાહ્યપદાર્થમાં ચિત્ત રંગાય નહિ, એ પશુ બનવા ગ્ય છે. શુદ્ધચેતના સ્ત્રી પિતાના આત્મસ્વામીના ગુણેમાં તલ્લીન બની ગઈ છે, અર્થાત શુદ્ધચેતના
સ્ત્રી પોતાના આત્માની સાથે ઐક્ય ધારે છે, તે ખરેખર યોગ્ય છે, કારણ કે, પોતાના સ્વામિથી તે અભિન્નપણે વર્તે છે. રાગ અને દ્વેષરહિત ચેતનાને શુદ્ધચેતના કહે છે. શુદ્ધચેતના એ આત્મસ્વામિની ખરી સ્ત્રી છે. કદાપિકાળે તે પોતાના સ્વામીના અસંખ્યાતપ્રદેશથી ભિન્ન થતી નથી. શુદ્ધચેતના સ્ત્રીની અલૌકિકતા છે. બાહ્ય પદાર્થોમાં રાગ અને દ્વેષથી શુદ્ધચેતના લેખાતી નથી. પોતાના આત્માના અનન્તગુણેને શુદ્ધચેતના પ્રકાશે છે. શુદ્ધચેતનામાં સર્વોનો ભાસ થાય છે. પ્રત્યેક આત્માઓમાં શુ ચેતના રહી છે. પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્માઓ છે. આત્મામાં રમતા કરવાથી અનતગણું સુખ પ્રગટે છે. શુદ્ધચેતના
ભ. ૩૧
For Private And Personal Use Only