________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૬ ) ગમે તે ધર્મના અને ગમે તે દેશના મનુષ્ય આત્માનું સમ્યજ્ઞાન કરીને આત્માને આનન્દ પ્રગટાવી શકે છે.
ઉપર્યુક્ત રીતિપ્રમાણે સાંસારિક વિષયોથી પરા-મુખ થઈને અન્તરમાં રમણુતા કરનારા ગમે તે દર્શનના મનુબે આત્માના આનન્દને પ્રાપ્ત કરી શકે છે.
આત્માને આનન્દગુણ અમુક દર્શનવાળાને ત્યાં કોઈએ રજીછર કરી આપે નથી; જે આત્માના શુદ્ધસ્વભાવમાં રમતા કરે છે તે આત્માને સહજાનન્દ પ્રાપ્ત કરે છે. આનન્દનો ઘન આત્મા છે. આત્મામાં સત્ય આનન્દનો સાગર ભર્યો છે, તેમ છતાં ભ્રમણથી મનુષ્ય અન્યત્ર આનન્દ શોધે છે. મન દ્વારા આત્માના આનન્દની પ્રતીતિ થાય છે. ખાદ્યપદાર્થો કે જે આનન્દરૂપ બ્રમણથી કલ્પાયેલા છે, તેના માટે મનુષ્ય પિતાને પ્રાણુ અર્પણ કરે છે, પણ તેમાં ખરા આનન્દના જ્ઞાનાભાવે મનુષ્યજન્મને તેઓ હારે છે સુ! મન, વાણું અને કાયામાં થતું અહત્વ દૂર કરી દે અને આત્મામાંજ લક્ષ્ય રાખ્યા કરે, સર્વત્ર આત્મામાંજ આનન્દ છે, એવી ભાવનાથી દેખ્યા કરે, આત્માનું સ્વરૂપ વિચારવા માટે આત્મિક ગ્રન્થનું વાચન કરે, અર્થાત્ આત્મામાં તન્મય બની જાઓ તે ત્વરિત આનન્દને પ્રાદુર્ભાવ થશે. લાખો અને કરડે રૂપૈયા ખર્ચતાં પણ આનન્દને છોટે મળતું નથી; ગાડી, વાડી અને તાડીમાં સદાકાળ માગુલ રહેવાથી આનન્દના છાંટા મળતો નથી, કેમકે ખરે આનન્દ સ્થલપદાર્થોમાં નથી. અતરમાંજ આનન્દ મહાસાગર છે, તેમાં તમારા મનને ડુબાવી દે, પશ્ચાત્ આપોઆપ આનન્દનો સ્વાદ અનુભવી શકશે. સહજાનન્દ પ્રાપ્ત કરવાને માટે મનુષ્યજીવન છે. આત્માના આનન્દમાં મસ્ત રહેનારા મુનિયો, યોગીઓ અને સ્થાનીઓ બાહ્ય જાની શહેનશાહીને નાકના મેલ સમાન ગણે છે. આત્માના આનન્દમાં મસ્ત રહેનારાઓ જગતના સ્થલપદાર્થોમાં આનન્દ શોધવા ભટકતા નથી; તેઓને તે આત્મજ્ઞાનવડે હૃદયમાં આનન્દના ઉભરાઓ પ્રગટયા કરે છે. તેઓ રાજાએ, ચક્રવર્તિ અને કડાધિપતિ શેઠીયાઓની પણું અંશમાત્ર પૃહા રાખતા નથી. આત્માનો આનન્દ શોધનારાઓ સ્થલપદાર્થોમાં મમત્વથી બંધાતા નથી. તેઓ સદાકાળ રાગ અને શ્રેષને ઉદય આવતે વારે છે અને આત્માના આનન્દવડે જીવી શકે છે. આત્માને આનન્દ ભોગવીને મનુષ્ય અમર બને છે, અર્થાત તેઓ કદાપિ, જન્મ જરા અને મરણને ધારણ કરતા નથી.
For Private And Personal Use Only