________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૫ ) દશ્યપદાર્થોને નાશ થતાં ચિન્તા, શક, ભય અને કલેશ વગેરે કરતા નથી; તેઓ જાણે છે કે, ભલે આખી દુનિયા દશ્યપદાર્થોવડે પોતાની ઉન્નતિ માનીને તે માટે મરી મળે, તોપણ તે ખરૂં સુખ પામી શકતી નથી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી જ અત્તરની સૃષ્ટિમાં પ્રવેશ કરતાં સહજ સુખની યોગ્યતા મળે છે. અરૂપી આત્માની ભાવના કરનારાઓ ધર્મ કારણ પ્રસંગે શરીરની આહુતિ આપવા પણ ચૂકતા નથી. તેઓ અધ્યાત્મદષ્ટિથી સહજાનન્દ સાગરમાં ઝીલે છે. બાહ્યપદાર્થોમાં જ સર્વસ્વ છે એવી તેઓની વૃત્તિ ન હોવાથી, દુનિયામાં છતાં દુનિયામાં નથી, એવી દશાનો ઘણીવાર અનુભવ કરે છે. અરૂપી આત્મા છે એવી ભાવનાથી મનુ પરસ્પર આત્માઓને સહાય કરે છે અને પ્રત્યેક શરીરમાં રહેલા આત્માઓને કેઈ પણ જાતની પીડા ન થાય તેમ પ્રવૃત્તિ કરે છે. અરૂપી આત્માની ભાવના કરનાર મનુષ્ય મૃત્યુ સમયે દીનતા તથા મમતાને ધારણ કરતા નથી. તેઓ તો પિતાના આત્માને અમર લેખે છે, તેથી તેઓને મૃત્યુ પ્રસંગે પણ આનન્દજ હોય છે. અહો! અરૂપી આત્માની ભાવનાથી આત્મામાં કેટલું બધું સામર્થ્ય પ્રગટે છે? તે આ પ્રમાણે વિચાર્યું. હવે આત્મા અવિનાશી છે, એની ભાવના કરવાની રીતિ દર્શાવવામાં આવે છે.
આત્મા અવિનાશી છે, એવી ભાવના ભાવતાં, ભય અને ઉદ્વેગ મનમાં પ્રગટતો નથી. આત્મા અવિનાશી છે એમ ભાવના ભાવતાં, ગમે તેવાં દુઃખોમાં અને પ્રાણુનાશ પ્રસંગમાં પણ અંશમાત્ર પણ, મન ઉપર ખરાબ અસર થતી નથી અને ઉલટું મન શાન્ત દશામાં ઝીલે છે. આત્મા અવિનાશી છે, ત્રણે કાલમાં એકરૂપ રહે છે. આમા નિત્ય છે અને તે સહજાનન્દ સ્વરૂપમય છે. જ્ઞાનીને આ પ્રમાણે આત્માનો નિશ્ચય થતાં દુનિયામાં કેઇ બુરું કરે એવી ચિતા પ્રગટતી નથી. પૂર્વકાલમાં આત્માને અવિનાશી માનીને અનેક મુનિએ વધ વગેરે ઉપસર્ગોને સહન કર્યા છે. આત્માને અવિનાશી તો લાખો યાને કરોડે મનુ માને છે, પણ અવિનાશીની દશા પ્રમાણે વર્તન કરનાર કેઈ વિરલા નીકળી આવે છે. મનુષ્ય આત્માને અવિનાશી ભાવે તે નિર્ભય-ધીરવીર બની શકે છે; વસ્તુતઃ આત્મા અવિનાશી છે માટે અનેક ઉપસર્ણ પ્રસંગે માં પિતાને નિર્ભયતા રહે છે. મનુષ્યો આનન્દના માટે
જ્યાં ત્યાં ભટકે છે, પણ કૃત્રિમ આનંદથી તેઓને શાંતિ મળતી નથી; આત્મા જ આનન્દમય છે. જે વખતે આત્મામાં તન્મયપણું થઈ જાય છે અને બાહ્યમાં મનવૃત્તિની કુરણ થતી નથી, ત્યારે આનન્દની ખુમારી પ્રગટે છે. ખરે આનન્દ પ્રત્યેક મનુષ્ય પ્રગટાવી શકે છે.
For Private And Personal Use Only