________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૭ ) મનમાં પ્રગટતા અનેક પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભાદિ દેને ટાળીને પ્રથમ હૃદયની શુદ્ધિ કરવી જોઈએ, આત્માના જ્ઞાનવડે આમાના પ્રદેશમાં વિચારવું જોઈએ, આત્માના સ્વરૂપને અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ, અર્થાત જગત શાળાનું પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ અને સદાકાલ આત્મભાવના ધારણ કરવી જોઈએ. વ્યવહારચારિત્ર, તપ, જપ, પૂજા, સેવા, ભક્તિ અને યોગ વગેરેની આરાધના કરવાનું કારણ, તપાસીને તપાસવામાં આવે તો આત્માને સત્ય આનન્દ પ્રાપ્ત કરે તેજ છે. સત્યાનંદ માટે ધર્મની ક્રિયાઓ કરવાની છે; પ્રથમ પ્રેમ ઉત્પન્ન થાય છે અને પશ્ચાત સહજાનન્દગુણું પ્રગટે છે, માટે આભાપર પ્રથમ અત્યંત શુદ્ધ પ્રેમ કરવો જોઈએ, અર્થાત્ દરેક આત્માઓ પર શુદ્ધપ્રેમ ધારણ કરવો જોઈએ; એમ શુદ્ધપ્રમ સર્વત્ર ધારણ કરવાથી ધર્મની કિયાઓમાં પણ, જ્ઞાનવડે શુદ્ધપ્રેમ ઉત્પન્ન થશે અને તેથી આત્મામાં
દાનન્દ પ્રગટશે. આત્માના આનન્દને સાક્ષી આમાજ છે. આમાના આનન્દગુણને, આસ્વાદની અન્યત્ર પરીક્ષા આપવી પડતી નથી. આત્માને આનન્દસમૂહ પ્રાપ્ત કરવાને મનુષ્યજીંદગીનો મુખ્ય ઉદ્દેશ છે, માટે મનુષ્યોએ નિત્યાનન્દસ્થાનભૂત આત્માનું ધ્યાન કરવું. ભ્રમરના પદ જેમ હસ્તિપદમાં સમાઈ જાય છે, તેમ આત્માના આનન્દમાં સર્વ પ્રકારના આનન્દ સમાઈ જાય છે. સર્વ પ્રકારના આનદો-ઉપાધિભેદવડે દુનિયામાં જે અનાયા છે તે આત્મા ન હોય તો તે આનન્દને કેણું જાણી શકે? અલબત કેઈપણું જાણું શકે નહિ. આત્મા છે તો સર્વ પ્રકારના આનન્દ, ઉપાધિ-ભેદવડે જાણું શકાય છે. આત્માના જ્ઞાનવડે આનન્દ જણાય છે, માટે આ પ્રમાણે અનુભવકરતાં નિશ્ચય થાય છે કે, સર્વ દેશકાલ અને ઉપાધિથી નિરવચિછન્ન સત્ય આનન્દને દરિયે આભા છે. આનન્દને ઘન એવો આભા મૂકીને રાગદ્વેષ વધે એવા વાદના ઝઘડાઓને કરવાથી મનમાં વિકલ્પસંક૯૫ પ્રગટે છે અને તેથી આનન્દના ઠેકાણે અનેક પ્રકારના દુઃખને અનુભવ થાય છે, માટે સહજાનન્દને સાગર પ્રાપ્ત કરે હોય તે, સર્વ પ્રકારની વિકલ્પસંકલ્પ દશા મૂકીને આત્માનું ધ્યાન ધરવું જોઈએ. શ્રીમાન આનન્દઘનજી મહારાજ કહે છે કે, હે આત્મન્ ! હવે તો તું પ્રાપ્ત થા! હે આત્મન ! લ્હારૂં શુદ્ધસ્વરૂપે પ્રાપ્ત થાય તે રાગદ્વેષ વિકલ્પસંકલ્પરૂપ મનના ઝેલા ટળી જાય. હે આત્મન ! તું આનન્દનો દરિ છું, માટે લ્હારૂં શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત થતાં મનને ઝેલો કદી રહેતો નથી, માટે આનન્દના સમૂહભૂત હે આત્મપ્રભુ ! હવે તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાએ !!
For Private And Personal Use Only