________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) નથી. તેઓના મતમાં પાંચ આસ્તિકવાદિઓ છે તેઓને, વદર્શનની સંખ્યા પૂર્ણ કરવા માટે લોકાયિત મત ગ્રહણ કરે છે અને તે નીચે પ્રમાણે.
लौकायिता वदन्त्येवं नास्ति जीयो न निर्वृतिः । धर्माधर्मों न विद्यते न फलं पुण्यपापयोः ॥ एतावानेवलोकोऽयं यावानीन्द्रियगोचरः। भद्रे वक्रपदं पश्य यद्वदन्त्यबहुश्रुताः ॥ पिबखाद च चारुलोचने यदतीतं वरगात्रि तन्नते । नहि भीरु गतं निवर्त्तते समुदय मात्रमिदं कलेवरम् ॥ पृथ्वी जलं तथा तेजो वायुभूतचतुष्टयम् । आधारो भूमिरेतेषां मानं त्वक्षजमेव हि ॥ पृथ्व्यादि भूतसंहत्या तथा देहपरिणतः। मदशक्तिः सुराङ्गेभ्यो यद्वत्तद्वच्चिदात्मनः ॥ तस्मादृष्टपरित्यागाद्यददृष्टे प्रवर्तनम् । लोकस्य तद्विमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे ॥ साध्यवृत्तिनिवृत्तिभ्यां या प्रीतिर्जायते जने । निरर्था सा मते तेषां धर्मः कामात्परो नहि ॥ लोकायितमतोऽप्येवं संक्षेपोऽयं निवेदितः ।
अभिधेयतात्पर्यार्थः पर्यालोच्य सुबुद्धिभिः ॥ લોકાયિત એટલે નાસ્તિકવાદિ મત કહેવાય છે; તેઓ એમ કહે છે કે, જીવ નથી, મેક્ષ નથી, ધર્મ અધર્મ અને પુણ્ય પાપનું ફળ નથી.
પુનઃ તે નાસ્તિક મત દેખાડે છે કે, જેટલે આ ઇકિવડે દેખાય છે તેટલેજ લેક છે. જેમ હે ભેળી સ્ત્રી ! આ વૃકનું–પગલું જે, એમ અલ્પ બોધવાળાઓ કહે છે.
વળી હે મનોહર નેત્રવાળી સ્ત્રી! પાન ક૨, ભજન કર. હે સુરા!િ જે ગયું તે તારૂં નથી. હે બીકણુ સ્ત્રી ! જે ગયું તે પાછું આવતું નથી અને આ શરીર માત્ર ચાર ભૂતના મળવાથી ઉત્પન્ન થયેલું છે, એટલે અસ્થિર છે.
પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. એ ચાર ભૂત છે અને તે જળાદિને પૃથ્વી આધાર છે અને પ્રમાણુ તો તેઓને ઇન્દ્રિય ગ્રાહ્ય છે જ. પૃથ્વી આદિ ચાર ભૂતના સમૂહવડે, તેમજ દેહમાં પરિણામ થવાવડે, જેમ મદિરાના અંગેથી મદશક્તિ પ્રગટે છે, તત્ આત્માનું ચૈતન્યજ્ઞાન પ્રગટે છે. તે કારણથી દેખાતા સુખને ત્યાગ કરી, અદષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ
ભ. ૨૮
For Private And Personal Use Only