________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) शाब्दं शाश्वतवेदोत्थमुपमानं तु कीर्तितम् । प्रसिद्धार्थस्य साधादप्रसिद्धस्य साधनम् ॥ दृष्टायनुपपत्या तु कस्याप्यर्थस्य कल्पना । क्रियते यदबलेनासावपत्तिरुदाहृता ॥ प्रमाणपञ्चकं यत्र वस्तुरूपेण जायते । वस्त्वसत्तावबोधार्थ तत्राभावप्रमाणता ॥ जैमिनीयमतस्यापि संक्षेपोऽयं निवेदितः ।
एव मास्तिकवादानां कृतं संक्षेपकीर्तनम् ॥ જૈમિન દર્શનવાળાએ અર્થાત્ પૂર્વમીમાંસકો કહે છે કે, સર્વજ્ઞાદિ વિશેષથી કઈ જગતમાં એવો કેઈ દેવ નથી કે, જેનું વચન પ્રમાણભૂત ગણાય. કઈ જગને કતી નથી, તેમજ જગતમાં કોઈ સર્વસ ઈશ્વર નથી, માટે અતીન્દ્રિય પદાર્થોને સાક્ષાત્ દેખવાના અભાવથી નિત્ય એવાં વેદવાકથી યથાર્થત્વને નિશ્ચય થાય છે, તે માટે જ પહેલાં પ્રયનથી વેદને પાઠ કરે. ઋગ્યેદ, યજુર્વેદ, શ્યામવેદ અને અથર્વેદને અભ્યાસ કરે અને તેથી ધર્મસાધન કરાવનારી ધર્મજિજ્ઞાસા કરવી.
પ્રેરણું લક્ષણયુક્ત ધર્મ છે. ક્રિયાપ્રતિ પ્રેરણું હોય છે. સ્વર્ગની ઈચ્છાવાળે અગ્નિનું યજન કરે એ વચન ક્રિયાપ્રતિ પ્રવર્તક છે.
પ્રત્યક્ષ અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ એ છ પ્રમાણુ જૈમિનીય દર્શનમાં છે.
ઇન્દ્રિયોથી જે વસ્તુઓનું જ્ઞાન થાય છે, અર્થાત પ્રત્યક્ષ થાય છે, તેને પ્રત્યક્ષ પ્રમાણુ કહે છે અને આત્માની બુદ્ધિવડે ઉત્પન્ન થએલને લૈંગિક અનુમાન પ્રમાણ મળે છે.
શાશ્વત, વેદોને શાબ્દપ્રમાણુ કથે છે. પ્રસિદ્ધ અર્થના સાધર્મથી અપ્રસિદ્ધ અર્થનું સાધન કરવું તેને ઉપમાન પ્રમાણુ કથે છે.
જે બળવડે દષ્ટાદિની અનુપપરિવડે કેઈપણ અર્થની કલ્પના કરવામાં આવે છે તેને અર્થપત્તિ પ્રમાણું કહે છે.
જૈમિનીય મતમાં વસ્તુ પ્રમાણુવડે, પાંચ પ્રમાણુ થાય છે અને વસ્તુની અસત્તાના બોધના માટે તેમાં અભાવ પ્રમાણુતા ગણાય છે.
જૈમિનીય મતનો પણ આ પ્રમાણે સંક્ષેપ કહ્યો અને આ પ્રમાણે સર્વ આસ્તિકવાદનું સંક્ષેપથી વિવેચન કર્યું.
કેટલાક આચાર્યો નૈયાયિકમતથી વૈશેષિક દર્શનમાં ભેદ માનતા
For Private And Personal Use Only