________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩ )
મિથ્યાદ્રષ્ટિના યોગે અનેકાન્તમાર્ગની શ્રદ્ધા થઈ નહિ. કારણકે સમ્યક્ત્વની પ્રાપ્ત દુર્લભ છે. ચથાપ્રવૃત્તિકરણવડે જીવા ઘણી કર્મની સ્થિતિ ખપાવે છે, તેા પણ સમ્યક્ત્વની દૃષ્ટિ પ્રાપ્ત થવી દુર્લભ છે. ગૌતમ બુદ્ધના મનમાં અનેક વિચારો થવા લાગ્યા. આત્માનું સ્વરૂપ જેવા ઘણા વિચાર કર્યા અને તેમાં પેાતાની મેળે તેણે નવા સિદ્ધાન્ત સ્થાપ્યા, પણ જે તેણે જૈનધર્મનું રહસ્ય અવબાધ્યું હેત તે નવીન પન્થ કાઢત નહિ. તેના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા અને નષ્ટ થવા લાગ્યા, તેથી તેણે એમ નિશ્ચય કર્યો કે આત્મા તે વિચારરૂપ છે, વિચાર ક્ષણે ક્ષણે કરેછે, તેથી વિચારરૂપ આત્મા ક્ષણિક છે; એવું તેના મનમાં ખાસ બેસી ગયું, તેથી તે ઉપર તેણે અનેક યુક્તિયા ગાઢવી પ્રયાગમાં એક સિદ્ધાન્તના ની વિચાર કરી તેણે ઉપદેશ દેવાનું કાર્ય શરૂ કર્યું. તેના ઉપદેશથી ચારેવર્ણમાંના ઘણા લોકો તેના શિષ્ય થયા. શ્રી મહાવીર પ્રભુના સમાનકાલમાં તેણે પેાતાના મતનેા પ્રચાર કર્યાં. પૂર્વકાલમાં જૈન અને વેદ એ એ ધર્મ હતા, તેમાં ગૌતમ મુદ્ધના સ્થાપેલા ધમ વધારો કર્યો, ત્યારથી હિન્દુસ્થાનના લેાકેા ત્રણ ધર્મમાં વહેંચાઈ ગયા. હવે ઔદર્શનસંબન્ધી વિચાર કરવામાં આવે છે.
ઔદર્શનમાં ચાર આર્ય સત્ય કહેવાય છે; દુઃખ, સમુદય, માર્ગ અને નિરોધ એ ચાર આર્ય સત્યના પ્રરૂપક ગૌતમ બુદ્ધ છે.
સંસારી જીવને દુઃખ વર્તે છે, સ્કંધાના પાંચ ભેદ છે, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ, એ પાંચનું સ્વરૂપ ગ્રન્થામાંથી જાણી લેવું. જેનાથી રાગાદિના સફલ સમૂહ પ્રગટે છે તેને આત્માત્મીય ભાવરૂપ સમુદય આર્ય સત્ય કહે છે. વિદ્યુના તેજની પેઠે અથવા સન્ધ્યાના રાગની પેઠે સર્વ સંસ્કારો ક્ષણિક છે, સર્વ વાસનાએ પણ ક્ષણિક છે, એવી રીતે વિચારવું તેને માર્ગનામા આર્ય સત્ય કહે છે. કૌથી મુકાવું. તેને નિરોધનામા આર્ય સત્ય કહે છે. પાંચ ઇન્દ્રિયો અને શબ્દાદિ પાંચ વિષયો તેમજ મન અને ધર્મ કરણી કરવાનું સ્થાન તે દેવગુરૂનું મન્દિર, એ ઉપયુક્ત બાર સ્થાનકે છે. બૌદ્ધદર્શનમાં પ્રત્યક્ષ અને અનુમાન એ એ પ્રમાણુ છે, તેથી સમ્યગ્ જ્ઞાન પણ એ પ્રકારનું થાય છે. તર્ક અને વિતર્કથી રહિત તથા ભ્રાન્તિથી રહિત પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. ત્રણ રૂપથી અનુમાન પ્રમાણની સિદ્ધિ થાય છે ધર્મવ, સક્ષલ્પ અને વિપક્ષવ, આ ત્રણ રૂપ જાણવા યોગ્ય છે તેથી તેનું સ્વરૂપ બતાવે છે. પક્ષ ધર્મપણું એટલે, યથા આ પર્વત અગ્નિમાન છે કારણ કે અત્ર ધૂમ છે; અગ્નિવિના ધૂમ હોય નહિ, તેથી ધૂમના યોગે પર્વતમાં અગ્નિ છે એમ સિદ્ધ થયું, એ પ્રથમ પક્ષ ધર્મત્ય કથાય
For Private And Personal Use Only