________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) ઉત્પન્ન થાય છે. બૌદ્ધધર્મમાં સાધુઓને ગુરૂ તરીકે માનવામાં આવે છે. તેઓના સાધુઓ પીતવસ્ત્ર ધારણ કરે છે અને તેઓ ભક્તોના બનાવેલા મઠેમાં રહે છે. તેઓ પોતાના ધર્મને ઉપદેશ આપવા અત્યંત ઉદ્યમ કરે છે. હાલ અડતાલીશ કરોડ બૌદ્ધધર્મ પાળનારાઓની સંખ્યા છે. યુરોપદેશમાં બૌદ્ધધર્મ ફેલાવા લાગ્યો છે. જૈનેએ જૈનધર્મનાં શાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કરીને પિતાના ધર્મનો ફેલાવો કરવા કમર કસવી જોઈએ. બૌદ્ધધર્મનાં શાસ્ત્રોમાં નાતજાતને ભેદ નથી, તે પ્રમાણે જૈનશાસ્ત્રોમાં પણ જૈનધર્મ પાળવામાં નાતજાતનો ભેદ નથી. બદ્ધ મનુષ્યમાં માંસાહારને પ્રચાર વધી પડ્યો છે અને તેથી તેઓ દયાના સિદ્ધાન્ત ઉપર પાણી ફેરવવા લાગ્યા છે. બૌદ્ધધર્મ અદ્યાપિપર્યત રાજકીય ધર્મ બની રહ્યો છે, ત્યારે જૈનધર્મ હવે રાજકીય ધર્મ રહ્યો નથી, તેનું કારણ એ છે કે જેને પ્રાયઃ વણિક રહ્યા અને તેઓએ સંકુચિત દષ્ટિ ધારણ કરી. જૈનાચા પ્રમાદને તજીને વિશાલ દષ્ટિથી, હવે જૈનધર્મ ફેલાવવા માટે પ્રયત્ન કરે તો, પુનઃ જૈનધર્મની ઝાહોજલાલી થાય. આમભેગ આપ્યાવિને અને જગતનાપર કરૂણા લાવ્યા વિના દુનિયામાં જૈનધર્મને કયાંથી ફેલાવો થઈ શકે? અત્ર કેટલુંક મૂળ વિષયથી દૂર જઈને કહેવામાં આવ્યું, છે પણ તે ખરેખર જૈન દર્શનને ઉપગી હોવાથી અપ્રાસંગિક ગણશે નહિ, કારણ કે જૈનધર્મમાં સર્વ ધર્મને અપેક્ષાએ સમાવેશ થાય છે ત્યારે તેવા જૈનધર્મના પ્રચાર માટે જે કંઈ કહેવામાં આવે તે ર4 અમૂલ્ય લાભ માટે જ હોઈ શકે. હવે ન્યાયદર્શનનું કિંચિત્ સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
| ઋો .. अक्षपादमते देवः सृष्टिसंहार कृच्छिवः । विभुर्नित्यैक सर्वज्ञो, नित्यबुद्धिसमाश्रयः ॥ तत्त्वानि षोडशाऽमुत्र, प्रमाणादीनि तद्यथा । प्रमाणं च प्रमेयं च, संशयश्च प्रयोजनम् ॥ दृष्टान्तोप्यथ सिद्धान्तोऽवयवास्तर्क निर्णयौ । वादो जल्पो वितण्डा च, हेत्वाभासाः छलानि च ॥ जातयो निग्रहस्थानान्येषामेव प्ररूपणा । अर्थोपलब्धिहेतुः स्यात् प्रमाणं तञ्चतुर्विधम् ॥ प्रत्यक्षमनुमानंचोपमानं शाब्दिकं तथा ।। तत्रेन्द्रियार्थ सम्पर्कोत्पन्नमयभिचारिकम् ॥ व्यवसायात्मकं ज्ञानं, व्यपदेशविवर्जितम् । प्रत्यक्षमनुमानं तु, तत्पूर्व त्रिविधं भवेत् ॥
For Private And Personal Use Only