________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૧ ) तथा भव्यत्वपाकेन, यस्य तत्रितयं भवेत् । सम्यज्ज्ञानक्रियायोगा-जायते मोक्षभाजनम् ॥ प्रत्यक्षं च परोक्षं च, द्वे प्रमाणे तथा मते । अनन्तधर्मकं वस्तु, प्रमाणविषयस्विह ॥ अपरोक्षतयार्थस्य, ग्राहकं ज्ञानमीदृशम् । प्रत्यक्षमितरज्ज्ञेयं, परोक्षं ग्रहणेक्षया ॥ येनोल्पादव्ययध्रौव्य-युक्तं यत्तत्सदीष्यत । अनन्तधर्मकं वस्तु, तेनोक्तं मानगोचरम् ॥ जैनदर्शनसंक्षेप, इत्येष गदितोऽधुना ।
पूर्वापरपराधातो, यत्र कापि न विद्यने । લેકાર્થ –જે દર્શનમાં રાગદ્વેષરહિત અને જેણે મહા મોહમલ્લ હણ્યા છે અને જેણે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કર્યું છે, એવા જિનેશ્વર દે છે એવું જૈનદર્શન જાણવું. તે જિનેશ્વરે સુરાસુરેના ઈન્દ્રોથી સંપૂજ્ય છે અને વસ્તુના યથાર્થ ધર્મનો પ્રકાશ કરનાર છે અને તેઓ અને સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ સ્થાનમાં જાય છે અને ત્યાં સમયે સમયે અનન્તસુખ ભોગવે છે. મેક્ષ સ્થાનનું પૂર્વ વર્ણન કરવામાં આવ્યું છે, માટે અત્ર વિસ્તાર કર્યો નથી.
જૈનદર્શનમાં નવ તત્ત્વો છે તે જણાવે છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બન્ધ અને મેલ.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વર્યાદિ ગુણેથી ભિન્ન અને કથંચિત અભિન્ન, સંસારદશામાં શુભાશુભ કર્મકર્તા અને તેના ફલને જોતા એવો આત્મા જાણુ.
ચેતના લક્ષણ જેનું છે, એ આત્મા છે. ચેતના લક્ષણ જેમાં નથી તેને અજીવ કહે છે. શુભ કર્મ પુદ્ગલોને પુણ્ય કહે છે અને તેનાથી વિપરીત અશુભ કર્મ પુદ્ગલેને પાપ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ, એ ચારવડે શુભાશુભ કર્મોનું ગ્રહણું થાય છે, માટે તેને આસ્રવ કહે છે. શુભાશુભ કર્મોનું જે જે ઉપાયથી રેકવું તેને સંવર કહે છે. જીવ અને કર્મનું ક્ષીર અને નીરની પેઠે પરસ્પર સંબજો મળી જવું તેને બબ્ધ કહે છે. શરીર અને કર્મને આત્માથી તદ્દન વિયોગ થે તેને મેક્ષ કહે છે. ઉપર્યુક્ત નવ તત્ત્વોની જે સ્થિરાશય મનુષ્ય, શ્રદ્ધા કરે છે, તે સમ્યકત્વ અને જ્ઞાનને પામે છે અને તેને ચારિત્રની યોગ્યતા પ્રાપ્ત થાય છે, તેમજ ભવ્યત્વના પરિપાકે
For Private And Personal Use Only