________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬)
અને તેથી વહીવટદાર અને ન્યાયાધીશની પદવીમાં તેને અપૂર્વતા ભાસે છે, પણ જ્યારે તે પદવી પ્રાપ્ત કરે છે ત્યારે તેમાં તેને અપૂર્વતા ભાસતી નથી, પણ લોર્ડ વગેરે પદવીઓ પર અપૂર્વ પ્રેમ પ્રગટે છે અને તેમાં અપર્વતા ભાસે છે. રાજાની પદવી મળતાં ચક્રવર્તિની પદવીમાં અપૂવેતા ભાસે છે, પણુ ચક્રવર્તિની પદવી મળતાં તેમાં અપૂર્વ પ્રેમ રહેતો નથી. પ્રથમ ગરીબ અવસ્થામાં એક લક્ષાધિપતિની સેાબત માટે મન
ટે છે. લક્ષાધિપતિની સેબત થતાં કરેડાધિપતિયોની સેબતમાં અપૂર્વ પ્રેમ ભાસે છે અને તેઓની સાબત થતાં રાજાઓની સેાબત કરવામાં મન લલચાય છે, પણ તેઓની સોબત થતાં તેમાં અપૂર્વતા કપેલી હતી, તેને લોપ થઈ જાય છે. પ્રથમ પિતાના ગામ કરતાં અન્ય ગામ દેખવામાં અપૂવૅતા સમજાય છે, પશ્ચાત્ અમદાવાદ જેવું શહેર દેખવામાં અપૂર્વતા ભાસે છે અને તેના કરતાં મુંબાઈ અને કલકત્તા જેવાં મેટાં શહેર દેખવામાં આવે છે તે, અમદાવાદમાં અપૂર્વતા ભાસતી નથી. લંડન અને પારીસ દેખતાં મુંબાઈ અને કલકત્તામાં અપૂર્વતા અને અપૂર્વ પ્રેમ ભાસતો નથી, તેમ ઈન્દ્રપુરી દેખતાં લંડન અને પારીસની અપૂર્વતા હૃદયમાંથી ઉડી જાય છે, તેના કરતાં પણ અન્ય કંઈ વિશેષ દેખવામાં આવે છે તે તેની અપૂર્વતા ઉડી જાય છે; આ પ્રમાણે દશ્ય પદાર્થોમાં ભાસતી અપૂર્વેતા અવસ્થા ભેદે અને દશ્ય ભેદે અદલાતી જાય છે, માટે બાહ્ય કઈ પદાર્થમાં અપૂર્વતાની અવધિ ઠરતી નથી. બાહ્ય પદાર્થોની શ્રેષ્ઠતા પણું મન કરિપત છે, તેથી તેની અવધિ જણાતી નથી. રસવાળા પદાર્થો ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ ભાસ્યા કરે છે, પણ અતે રસવાળા પદાર્થોની અપૂવૅતા છેલ્લામાં છેલ્લી અવધિએ પણ સત્ય કરતી નથી. ભાજ્ય અને પેય પદાર્થોમાં પણ પૂર્વના ભેગવેલા પદાર્થો પર પ્રેમ રહેતું નથી, તેમ અપૂવેતા ભાસતી નથી અને ઉત્તરોત્તર ભેજ્ય પદાર્થોમાં અપૂર્વ પ્રેમ અને અપૂર્વતા ભાસે છે, પણ ઉત્તરોત્તર તે તે ભેજ્ય અને પેય પદાર્થોની પ્રાપ્તિ થતાં અપૂર્વતા અને અપૂર્વ પ્રમ કપૂરના પરમાણુની પેઠે વિલય પામે છે. દુનિયામાં બાહિરના જે પદાર્થો પૂર્વે ન દેખ્યા હોય, તેના પર બહુ પ્રેમ રહે છે, પણ તે તે પદાર્થો દેખાયા બાદ તેમાંની અપૂર્વતા મનમાંથી ટળી જાય છે. પ્રથમ મનુષ્યને માન પૂજામાં અપૂર્વ પ્રેમ પ્રગટે છે, પણ જ્યારે આખી દુનિયા માન આપે છે અને સન્માન કરે છે, ત્યારે માનમાં પણ અપૂર્વતાં અને પ્રેમ રહેતું નથી. મનુષ્યને જે પુત્ર ન હોય તે પુત્ર પ્રાપ્તિ માટે અપૂર્વ પ્રેમ વહે છે, કિન્તુ યદા પુત્ર-ભૂંડના સન્તાનની પેઠે ખૂબ થાય છે, ત્યારે ઉલટે અપૂર્વ પ્રેમના ઠેકાણે કંટાળે આવે છે. કેઈપણ
For Private And Personal Use Only