________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪) છે, વ્યભિચારતે રમત ગમત જે થઈ પડે છે, જેને પિતાના આત્માને તારવાની બુદ્ધિ નથી, તેમજ કલેશ, વૈર, નિન્દા, ટંટા, લેભ, આદી દુર્ગાનું જે પુરૂષ અને સ્ત્રીઓ ઘર બને છે, તેઓ ખરા મનુષ્ય તરીકે ગણી શકાય નહિ. દુર્ગાના માર્ગમાં વહન કરનારા મનુષ્ય કૂળવટથી દૂર જાય છે એમ અવધવું. વેશ્યાગમન અને દારૂપાન કરનારા ભલે ભાષા વા ધનવડે દુનિયામાં મોટા ગણાતા હોય, પણ તેમને આત્મા પશુઓની વાસના કરતાં ન્યૂન નથી. જેઓના આત્માઓ કૂતરાઓની પેઠે અદેખાઈ કરે છે અને લડી મરે છે, તેઓ મનુષ્ય જાતિવાળા હો પણ ઈદિવડે તે કૂતરા કરતાં પણ ઉચચ નથી. જેના આતમા સર્પની પેઠે ક્રોધવડે વાસિત છે અને કોંધવડે મહાપાપ કર્મ કરે છે. તેઓ ક્રોધવડે સર્ષના સમાન છે. મનુષ્યનો અવતાર મળે પણ મનુષ્યના સદ્ગણેવિના મનુષ્યપણું વસ્તુતઃ ઘણુતું નથી. મનુષ્યના ગુણે પ્રમાણે વર્તનારાઓ ઉત્તમ કૂળવટને સાચવી શકે છે.
મનુષ્યએ સદ્ગુણે ધારણ કરવા એજ સામાન્યતઃ મનુષ્યની કૂળવટ ગણાય છે. મનુષ્યના ગુણે ધારણ કરવાને જે શક્તિમાન થાય છે, તે જૈન ધર્મને આરાધવાને શક્તિમાન થાય છે. ઉપર ઉપરના ઘટાટોપથી કંઈ વળવાનું નથી. મનુષ્યોએ ધર્મનું સ્વરૂપ સમજવું જોઈએ અને પશ્ચાત્ તે પ્રમાણે વર્તવું જોઈએ. પુરૂષે પિતાની કૂળવટ સાચવવી જોઈએ, તેમ સ્ત્રીએ પણ વિનય, ભક્તિ, પ્રેમ, ક્ષમા, પતિવ્રતા આદિ ધર્મોવડે પિતાની કૂળવટ સાચવવી જોઈએ.
કેટલાક હિન્દુઓ સમજ્યાવિના પિતાની કુળવટ તજી દે છે અને પ્રીસ્તિો બની જાય છે, તેમ કેટલાક જૈને પણ પિતાને સત્ય પવિત્ર જૈનધર્મ તજી દે છે અને અન્યધર્મમાં જાય છે, તેઓ કંઈપણ આત્મતત્વને જાણ્યા વિના અન્ય ધર્મમાં પ્રવેશ કરે છે, પણ જૈનધર્મના આચાર, વિચારે અને સિદ્ધાન્તો જે પુરૂષે જાણે છે, તેઓ જૈનધર્મનું આરાધન કરીને પિતાનું તથા જગતનું કલ્યાણ કરે છે અને તેઓ શાન્તિની છાયા સર્વત્ર પ્રસારી શકે છે. સ્થૂલભૂમિકામાં પણ પિતાના મનુષ્યપણુની ખીલવણ માટે ઉત્તમ નીતિ પ્રમાણે વર્તે અને સત્ય આચારને પાળે તો, જગતમાં વ્યવહાર દષ્ટિથી પણ પુરૂષે પુરૂષધમને અને સ્ત્રીઓ સ્ત્રીધર્મને શોભાવી શકે અને અન્ય પ્રજા ઉપર પણ સારી અસર કરી શકે; મનુષ્યએ માર્ગાનુસારીપણુના પ્રથમ ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. માર્ગાનુસારીપણુંના ગુણાવિના વ્યવહાર ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી, તે નિશ્ચય ધર્મની તો શી વાત કહેવી? ભાગ
For Private And Personal Use Only