________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૩) દષ્ટિવિના દુનિયામાં ઉત્તમ થઈ શકાતું નથી. દુનિયામાં વિવેક એ સદાને ભાનું છે અને તે હદયની ઉન્નતિ કરે છે. દુનિયામાં આ પ્રમાણે વિવેકની દશા છે, તે સહેજે સમજી શકાય છે. હવે અન્તર વિવેકને કહે છે.
આત્માની સૂક્ષ્મ જ્ઞાનાદિ સૃષ્ટિમાં વિવેકની ખાસ જરૂર હોય એમાં શું પૂછવું? કેમકે, વિવેકથી આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખે છે. હવે વિવેકે આત્માને કહ્યું કે, હે આત્મન ! તારી સત્ય સ્ત્રીને સમતા છે અને અવિરતિ તે તારી ખરી સ્ત્રી નથી, તેથી અર્થાત વિવેકે પરિપૂર્ણ સમતાનું સત્ય સ્વરૂપ સમજાવ્યું તેથી, આત્માનું ભાન ઠેકાણે આવ્યું અને તેણે અવિરતિ સ્ત્રીની સંગતિ છેડી અને સમતાની સંગતિ પ્રાપ્ત કરવાની શુહેચ્છા દર્શાવી. ચેતને કુમતિના પરભાવરૂપ ઘરમાં જવાને ભાવ તો અને તેણીના સામું કદીપણ ન જોવાની અને તેણીના લલચાવ્યાથી નહિ મુંઝાવાની પ્રતિજ્ઞા કરી, અર્થાત સમતાની પ્રાપ્તિ માટે આત્માએ પોતાના શુદ્ધસ્વરૂપને ઉપગ ધારણ કર્યો, પોતાના મનમાં ઉત્પન્ન થતા અશુભ વિચારેને હઠાવ્યા અને સમતાપર અત્યંત પ્રેમ ધાર્યો આ પ્રમાણે સમતા સ્ત્રીની પ્રાપ્તિ માટે આત્માએ શુદ્ધદશા અંગીકાર કરી. આત્માએ આ પ્રમાણે કર્યું તે યોગ્ય ગણી શકાય, કારણ કે જગતમાં પણું પુરૂષને સ્ત્રીની પ્રાપ્તિ માટે પુરૂષ યોગ્ય ગુણે ધારણ કરવા પડે છે.
પુરૂષમાં જ્ઞાન, પ્રેમ, ભક્તિ, પરેપકાર, દયા, સત્ય અને પુરૂષાર્થ આદિ સગુણે હોય છે તે, તેની યોગ્યતા પ્રમાણે તેને ઉચ્ચ સ્ત્રી મળે છે. ભૂંડને પિતાની યોગ્યતા પ્રમાણે ભૂંડણ મળે છે. ચકલાને પોતાના અધિકાર પ્રમાણે ચકલી મળે છે. પૂર્વભવ સંબન્ધ, સ્નેહ અને સગુણે પ્રમાણે પુરૂષને સ્ત્રીને સંબન્ધ મળતો આવે છે. સંસારમાં તો કદાપિ લાકડે માંકડાની પેઠે થાય, પણ અન્તરમાં તો આત્માની જ્ઞાનાદિગુણાની સંપત્તિ ખીલે તેના ઉપર સમતા સ્ત્રીને આધાર છે. આત્મા, બાહ્ય દશાને અર્થાત રાગ દ્વેષને ત્યાગ કરે છે તે તે સમતાના ઘેર આવી શકે છે અને સમતાને ભેટી શકે છે. આમાએ ઉત્તમ શુદ્ધદશા સ્વીકારી તેથી વિવેકે આનન્દના ઘનભૂત એવા આત્માને સમતાને ઘેર આપ્યા અને તેથી બન્નેને મેળાપ થયો. સમતા અને આત્માને એકરસરૂપ સંબન્ધ થતાં, આત્માને સહજ સુખના નવા નવા રંગે પ્રગટવા લાગ્યા, અર્થાત્ ક્ષણે ક્ષણે સહજ સુખની ખુમારીને અનુભવ રંગ પ્રગટવા લાગ્યો અને ક્ષણિક સુખની ભ્રાન્તિ ટળી. સમતાના ઘરમાં રહેલે આત્મા પોતાના આનન્દમાં મહાલે છે ત્યારે તેને બાહ્ય સૃષ્ટિના દયવિષયનું ભાન હેતું નથી. સમતાના યોગ્ય
For Private And Personal Use Only