________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩) માંથી મુક્ત કરતા હતા. હવે આપણે ઉચ્ચ થયા અને તે વખતનું સ્થાન અન્ય જીએ ગ્રહણ કર્યું, તે હવે આપણે વખત આવ્યો છે, માટે આપણે આપણુથી ન્યૂન શક્તિવાળા અને અપરાધી પ્રાણુઓ પર કરૂણા કરવી જોઈએ અને જનનીની દષ્ટિ ધારણ કરીને તેઓના દોષો ધોવા જોઈએ. મનુષ્ય તરીકે આપણે થયા તેટલામાત્રથી ખુશી થવાનું નથી, પણ મનુષ્ય તરીકેની આપણે ફરજો બજાવીશું નહિ તે, પોતાના આત્માને મહાન અપરાધ કયો ગણાશે. ખાવું, પીવું, પહેરવું અને અનેક પ્રકારની મેઝમઝા મારવી, એટલું કરવાથી ફક્ત મનુષ્ય તરીકે આપણે ગણુંવાના નથી, પણ પિતાની ધર્મરૂપ કૂળવટ સાચવવાથી મનુષ્ય તરીકે ગણુઈશું. દયા આદિ સદ્ગુણેથી મનુષ્ય તરીકે ગણવાને હક્ક છે. સર્વ જીવોની સાથે મૈત્રીભાવથી વર્તવું જોઈએ. કેઈનું પણ બુરું કરવા પ્રવૃત્તિ કરવી તે ખરેખર પિતાના આત્માનું બુરું કરવા પ્રવૃત્તિ કરી એમ અવધવું. દુઃખી પ્રાણુઓને દુઃખમાંથી મુક્ત કરવા માટે યથાયોગ્ય ઉપાય આદરવા જોઈએ. પિતાના સ્વાર્થ માટે પ્રયત્ન કરે એટલા માત્રથી કંઈ તમે જગતમાં મનુષ્ય તરીકે ગણવાના નથી, પણ તમારી પાસે જે શક્તિ હોય તે શક્તિથી જગને લાભ આપીને પ્રાણીઓને ઉચ્ચ બનાવવા જોઈએ, તેમજ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના આત્માની શક્તિને પ્રકાશ કરે જોઈએ. પ્રત્યેક મનુને સગુણેની કેળવણી આપવી જોઈએ અને સત્યસુખ તરફ વાળવા જોઈએ. સર્વ મનુષ્યને પિતાની જાત સમાન લેખી તેઓની સાથે પ્રેમથી વર્તવું જોઈએ. પિતાના પ્રાણને નાશ કરવા તૈયાર હોય, એવા મનુષ્યપર પણ દયા લાવી, બને ત્યાં સુધી તેઓનું ભલું કરવા ચૂકવું નહિ. આત્મા પરમાભારૂપ છે, એમ માનીને અષ્ટ પ્રકારના કર્મનો ક્ષય કરવા રાગ અને ‘ષની વૃત્તિને હઠાવવી જોઈએ. આ જગતમાં મોજશેખ માટે ફક્ત મનુષ્ય જન્મ નથી, પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અનેક સગુણે પ્રાપ્ત કરવા મનુષ્ય જન્મ છે; એમ જે વિવેક દષ્ટિથી વિચારી શકે છે, ત્યાગ કરવા લાયકનો ત્યાગ કરે છે, આદેય વસ્તુઓને આદરે છે અને સર્વ પદાર્થોને સાત નવડે યથાર્થપણે જાણે છે, શુદ્ધાચાર સેવે છે, વિનયગુણથી વર્તે છે, તેજ મનુષ્ય કહેવાય છે અને તે મનુષ્ય સત્યને સત્ય જાણું તે પ્રમાણે વતને પોતાની કુળવટ જાળવવા સમર્થ બને છે. અનેક પ્રકારની વાસનાઓના તાબે થએલ, પુરૂષ અને સ્ત્રીઓ ભલે શરીરથી મનુષ્ય ગણુય, પરંતુ વસ્તુતઃ સગુણે વિના મનુષ્ય તરીકે ગણાવાને હક્ક નથી. જેનામાં હિંસાની બુદ્ધિ છે, જૂઠું બોલવું એ તે ભાજીપાલા બરેબર છે અને જે રીતે હાલતાં ચાલતાં કરે
. ૨૫
For Private And Personal Use Only