________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮) કંઈ નથી. હજારે મીડાં કરવામાં આવે પણ આગળને એકડે ભુસી નાખવામાં આવે તો, મડાની કંઈ પણ કિમત થઈ શકતી નથી. વિવેક પ્રગટતાં અનુક્રમે સર્વે સદ્ગુણે પ્રગટવાના એમ નક્કી માનશે. વિવેથી મનુ અનેક કાર્યમાં લાભ અને અલાભને દેખી શકે છે. વિવેક ચક્ષુથી અદશ્ય ધર્મને દેખી શકાય છે. જેનામાં વિવેક પ્રગટયો હોય છે તે મનુષ્ય, પૂર્વાચાર્યોના પગલે ચાલીને જૈનધર્મનો ફેલા કરવા તૈયાર થાય છે. વિવેક શક્તિ ખીલવાથી જૈનધર્મની શ્રદ્ધા થાય છે. હિંદમાં પૂર્વ વિવેકી મનુષ્ય હતા તેથી પૂર્વનું હિન્દ સર્વ દેશમાં મુકટ સમાન ગણાતું હતું, પણ સંપ્રતિ હિન્દના મનુષ્ય, સનાતન વિવેક દષ્ટિ અને વિવેકમય આચારોને કેરે મૂકીને, પાધ્યા ના નહિ ગ્રહ કરવા ગ્ય કેટલાક-અભક્ષ્ય ભક્ષણાદિ–આચારેના ઉપાસક બને છે અને અવિવેક માર્ગ તરફ ઘસડાય છે. ધર્મ સંબધી વિવેકમાં જૈનશાસ્ત્રોમાં ઘણું કહેવામાં આવ્યું છે, માટે ધર્મના આચારે અને વિચારેને ત્યાગ કર તેજ અવિવેક જાણો. જૈનના દરેક આચારે શાસ્ત્રમાં વિવેક દષ્ટિથી પ્રતિપાદન કરવામાં આવ્યા છે, માટે પારકું તે સારું અને પિતાના ઘરનું ખોટું એવી અવિવેક બુદ્ધિ ધારણ કરવી ન જોઈએ. વિવેક દષ્ટિથી સુજ્ઞ મનુષ્ય આચારોને સેવે છે અને વિવેક દષ્ટિથી વસ્ત્રો વગેરે પહેરે છે. ઉચમાં ઉચ્ચ સુધારાઓને સાયન્સવિધાથી શોધવામાં આવશે તે, તેમાં જૈનધર્મના આચારેજ અને કાયમ રહેવાના. ઉણુ જળ પીવું, પિશાબ ઉપર પિશાબ કર નહિ, અમુક વાસણમાં જમવું, અમુક વિધિથી ખાવું, અમુક રીતિથી ન્હાવું, અમુક રીતિથી ઘર બંધાવવાં, ઈત્યાદિ સર્વ જૈનશાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું છે, તે શરીર, મન અને આત્માની ઉન્નતિ અર્થજ અનુભવી શકાય છે. જૈનને પૂર્વનો પહેરવેષ અત્ર હિન્દુસ્થાન દેશની હવા આદિને સાનુકૂળ છે અને અલ્પ ખર્ચથી સંસાર વ્યવહાર નભાવી શકાય તેવો છે. મનુબો વિવેક દષ્ટિથી વિચાર કરશે તો જેના આચારને સત્ય માની શકશે. આચારે સંબધી જે હાલ સુધારકે પ્રયત્ન કરે છે તેઓ જૈનશાસ્ત્રોને વાંચશે તો માલુમ પડશે કે, જૈનશાસ્ત્રોના આચાર, ત્રતો અને નિયમ પ્રમાણે વર્તાય તો દુનિયાની ઉન્નતિ થયા વિના રહે નહિ. જૈન શ્રાવકેના આચારે શાસ્ત્રોમાં સારી રીતે પ્રતિપાદવામાં આવ્યા છે, તે પ્રમાણે બાર ત્રત વગેરેમાં પ્રવૃત્તિ થાય તો, દુનિયામાં સર્વ જીવોને શાન્તિ કરવામાં સહાયક બની શકાય અને પોતાના આત્માની ઉન્નતિ કરી શકાય. દુનિયાનું ભલું કરવાને માટે વ્રતની આવશ્યકતા છે. દરેક વ્રતનું સ્વરૂપ સમજીને જે મનુષ્યો તેને આદર કરે છે તે ઉગ્ર બને છે અને અન્યને
For Private And Personal Use Only