________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) ઉચ્ચ બનાવે છે. જૈનશાસ્ત્રોમાં સદ્ગણે લેવાને ઉપદેશ કર્યો છે અને દુર્ગણો ટાળવાને ઉપદેશ કર્યો છે. બ્રહ્મસમાજીઓ, થીઓસોફીસ્ટ અને અન્ય જે પળે દુનિયામાં ઉભા થયા છે, તે પત્થના મનુષ્યો વિવેક દૃષ્ટિથી જૈનશાસ્ત્રોનાં થેલાં ત–ગુરૂગમથી-વાંચશે તો નવા પન્થની પ્રવૃત્તિમાં પડશે નહિ. કેટલાક જૈનનામ ધરાવનારા જેનો પણ જૈનશાસ્ત્રોના રહસ્યને સમજતા નથી અને ગુરૂગમપૂર્વક જૈન સિદ્ધાન્તોને શ્રવણુ કરતા નથી, તેથી તેઓની વિવેકદષ્ટિ ન ખીલવાથી અન્ય ૫સ્થમાં દાખલ થાય છે અને અધમ આચારમાં શું થાય છે, તેથી તેઓ દુર્ગતિમાં જાય છે. વિવેક દષ્ટિથી સર્વ ધર્મના સિદ્ધાન્તોને વિચારવામાં આવશે તો અન્ત જૈનધર્મજ સત્ય લાગશે. વેદ વા બૌદ્ધધર્મના સિદ્ધાતોને ફેલાવો થવા માંડશે કે તુર્ત દુનિયાનું લક્ષ્ય જૈનશાસ્ત્રો જોવામાં ચટશે અને જૈનશાસ્ત્રોની અનેકાન્ત શૈલીથી દુનિયા પર જૈનધર્મરૂપ સૂર્યનાં કિરણે ફરીથી એકવાર પડશે અને દયાનો સિદ્ધાન્ત સર્વત્ર ફેલાશે. જેનશાસ્ત્રોમાં જૈનધર્મનું સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, પણ વિવેક શક્તિ ખીલ્યાવિના માત્ર નામ ધારક કેટલાક જેને તેનો અપૂર્વ લાભ પ્રાપ્ત કરી શકતા નથી. જૈનધર્મની પડતી હાલ થાય છે એમ કેટલાકને લાગતું હશે, પણ કેટલાક વર્ષ પશ્ચાત્ યુગપ્રધાને જન્મ લેશે અને જૈન ધર્મના ઉચચ સિદ્ધાન્તોને પૃથ્વીમાં ફેલાવશે. જેમ જેમ ઉચ્ચ મનુષ્ય થશે અને ધર્મ તરફ ચિત્ત ધરશે, તેમ તેમ જૈનધર્મના તેઓ અધિકારી બનશે. હાલ જેને ઈંગ્લીશ ભાષાના યુવકે પ્રોફેસરો માને છે, તેના કરતાં પૂર્વના મુનિ મહાત્માઓ સામાન્ય નહોતા. પૂર્વના જૈનેના જેવાં ઉચ્ચ વર્તન હાલ દેખાતાં નથી, પણ જૈન તત્ત્વજ્ઞાનને પ્રકાશ થતાં ખરા જૈનો પ્રગટવાના. વિવેક દષ્ટિ આ પ્રમાણે જૈનધર્મ સંબધીની ઉચ્ચતા દર્શાવે છે. વિવેક દષ્ટિવિના મનુ દુનિયામાં ઘણું ખત્તા ખાય છે. વિવેક દષ્ટિથી મનુષ્યો, પિતાના કરતાં જે વિશેષ ગુણવાળા મનુષ્પો છે તેને માન આપે છે અને તેઓને અનુસરી ચાલે છે. વિવેક દષ્ટિથી પતિવ્રતા સ્ત્રી ઘરનાં સર્વ કાર્યો યતના પૂર્વક કરે છે. વિવેક દષ્ટિથી મનુષ્ય, સદાચાર અને અનાચારને ભેદ જાણીને સદાચારમાં પ્રવૃત્તિ કરે છે. વિવેક દષ્ટિથી મનુ અનેક કુકર્મોનો ત્યાગ કરીને સુકૃત્યને ભજનારા થાય છે. વિવેક દષ્ટિથી મનુ સારું તે મારું માને છે. વિવેક દષ્ટિથી મનુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી સર્વ બાબતમાં પ્રવૃત્તિ વા નિવૃત્તિ કરે છે. જગતમાં એક સાથે હજાર સૂર્ય ઉગે પણ જે વિવેકરૂપ સૂર્ય ન ઉગે તે દુનિયામાં છતી આંખે અંધારું ગણાય.
શ્રાવક અને સાધુધર્મને ભેદ પણ વિવેક દષ્ટિથી દેખાય છે.
For Private And Personal Use Only