________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) પ્રમાણે ટેકથી વર્તવું, તેને કૂળવટ કહેવામાં આવે છે. ઉત્તમ પુરૂ પ્રાણ જાય તેપણ પિતાની કૂળવટ છોડતા નથી. જે મનુષ્યોમાં અલ્પ. બુદ્ધિ હોય છે અને હૃદયના શૂન્ય હોય છે, તે અન્યના કહેવા પ્રમાણે દેરવાઈ જાય છે અને પિતાના મૂળને હીન કરે છે. નીતિ પ્રમાણે પ્રવૃત્તિ કરીને પ્રમાણિકપણું જાળવનારા મનુષ્યોનાં ચરિત્ર અને તેનાં નામે પુસ્તકેમાં સુવર્ણના અક્ષરે લખાય છે. ઉદેપુરના રાણા પ્રતાપસિંહે ગમે તેવા દુઃખના પ્રસંગમાં પણ પોતાની કુળવટ છોડી નહિ. તે રાણે જંગલેમાં ભટક, ખાવાના પણ સાંસા પડ્યા, તોપણ પોતાની દીકરી બાદશાહને આપી નહિ, એવી તેની કુળવટ રીતિથી જ હાલ ઉદેપુરના રાણા તરીકે પ્રતાપસિંહની કીર્તિ સર્વત્ર એકસરખી છવાઈ રહી છે. મનુષ્યમાં પ્રથમ પ્રમાણિકતા આવવી જોઈએ. વિદ્વત્તા કરતાં પણ પ્રમાણિકતા કરોડ દરજે ઉચ છે; પ્રમાણિકત્વની કિસ્મત પ્રમાણિકત્વ ધાર્યાવિના સમજાતી નથી. પ્રમાણિકપણું જાળવી રાખવું એ કંઈ સામાન્ય મનુષ્યનું કાર્ય નથી. મોટા મનુષ્યો કે જે પ્રમાણિકત્વને ખરૂં ધન લેખે છે તેઓ પ્રમાણિકત્વનું સંરક્ષણ કરે છે. જે મનુષ્ય, દયા, પ્રેમ ભ્રાતૃભાવ, બાર વ્રત, ઉત્તમ સદાચાર અને પ્રાણું ઘાતનો ત્યાગ, આદિ ઉત્તમ આચાર અને વિચારેને પાળે છે, તેનું ઉત્તમ કુળ ગણુય છે. જે મનુ પ્રમાણિકપણું રાખે છે તેની પાસે લક્ષ્મી હાથ જોડીને રહે છે; દેવતાઓ પણ તેને સહાય કરે છે. ." सद्गुणोथी मनुष्यो कुलवटधारक गणी शकाय छे"
મનુષ્ય સદ્ગુણે વિના કૂળવટધારક ગણી શકાતા નથી. મનુષ્ય, મનુષ્ય તરીકે કૂળવવિના ગણી શકાતો નથી. જે સર્વ જીવોની દયા કરે છે અને માંસાદિ અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કરતો નથી તે મનુષ્ય ગણી શકાય છે. મનુષ્યનો મૂળધમૅ એ છે કે, તેણે દરેક કાર્યને પિતાની મનીષાથી વિચાર કરવો અને સત્ય માર્ગમાં પ્રવૃત્તિ કરવી. મનુબે સર્વ જીવોને પોતાના આત્મા સમાન ગણ કેઈનું પણું બુરૂ કરવા પ્રયત્ન કરવો નહિ. સર્વ જીની સાથે આત્મત્વ બુદ્ધિવડે ઐક્ય અનુભવવું. સર્વ જીવોના કલ્યાણમાં પ્રવૃત્તિ કરવાથી સર્વ જીવોને પિતાના કુટુંબ સમાન ગણી શકાય છે. કેઈપણું પ્રાણીની હિંસા કરવાનો વિચાર છોડી દેવા જોઈએ. કોઈ જીવનું નિવડે પણ બુરું ચિંતવવું નહિ. સંસારી છે કર્મના વશ છે, માટે સર્વેની એક સરખી બુદ્ધિ હોતી નથી. આપણે પણ કઈ વખત તે જીવોના ઠેકાણે હતા. આપણે જ્યારે તે જીવોના સરખા હતા ત્યારે, તે વખતે ઉત્તમ મહાત્માઓ આપણું ઉપર કરૂણુ કરતા હતા અને કરૂણું કરીને આપણને અનેક દેશ
For Private And Personal Use Only