________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) અશુદ્ધમનરૂપ મેવાસીની સોબતમાં ચઢેલા છે તેથી કુસંગતિનું ફળ પ્રાપ્ત કરે, એમાં શું આશ્ચર્ય? મનરૂપ મેવાસી અનાચારી છે અને અન્ય છે, તેથી તેના સમાગમથી મારા સ્વામિને કઈપણ જાતને લાભ થવો મુશ્કેલ છે. મનરૂપ મેવાસી અધમમાં અધમ છે, તેથી તેની સંગતિથી આત્મા પિતાનું મૂળસ્વરૂપ ભૂલી જઈને ભ્રાન્તિમાં પડવાથી, તેની કિસ્મત કરી શકતું નથી. મનરૂપ મેવાસીની સંગતિથી આત્મસ્વામી સત્યસુખથી દૂર રહેવાના. અંધ એવા મનમેવાસી છે અને પોતે અજ્ઞાનથી અન્ય જેવા થયા છે, તો એવા બેમાંથી કેણ સત્ય ધર્મને માર્ગ દેખાડી શકે? મનરૂપ અંધ મેવાસીને દોરા ચેતન દોરાય છે અને તેથી તે ચતુગતિમાં વારંવાર પરિભ્રમણ કરે છે, કારણકે આંધળે અન્યને સુખરૂપ વાટ દેખાડવા સમર્થ થઈ શકે નહિ. આમા મેહ આવરણથી અર્ધ બને છે તેથી તે મનરૂપ મેવાસીની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. મનની સંગતિથી આત્મા સદાકાલ સંસારમાં પરિભ્રમણું કરે છે અને જનમ જરા અને મરણનાં દુઃખ પ્રાપ્ત કરે છે.
પિતાને મૂળધર્મ શું છે, તેને હે વિવેક ! મારા ચેતનસ્વામી બિલકુલ વિચાર કરતા નથી; અંધાને અંધ મળે છે તેમાંથી કેઈને કેઈ સત્ય માર્ગ દેખાડી શકે નહિ, તેમ મારા સ્વામી પણ મનરૂપ મેઘના ઘાટમાં જઈ ચડ્યા છે અને તેથી મનરૂપ મેઘના ઘેર અન્ધકારમાં પિતાની જ્ઞાનશક્તિ પ્રગટવાના અભાવે કંઈપણ જોઈ શકતા નથી. ઘરમાંથી પિતે બહાર નીકળ્યા અને ત્યારબાદ મિથ્યાત્વરૂપ આડા અવળા માર્ગમાં ચાલવા લાગ્યા અને તેથી તે બ્રાન્ડ બની ગયા, તેવામાં મનરૂપ મેઘ ઘમઘર ચડયો, બહુ અંધારું થઈ ગયું, હવે તેમને તેવા સ્થાનમાંથી સત્યમાર્ગમાં જવાને, એવા વખતે કેણુ વાટ દેખાડી શકે? પિતાની શક્તિથી તે તે સત્ય માર્ગ પકડી શકે તેમ નથી, કેમકે અવિરતિરૂપ પરસ્ત્રીના ઘરમાં જવાથી અજ્ઞાનરૂપ રાત્રીમાં મન મેઘના ઘમઘોર અંધકારથી કઈ તરફ જવું? કો સત્યમાર્ગ? તે તેમને સુજતું નથી. હવે તે હે વિવેક ! તું દેખતે છે, માટે તેમને આવા પ્રસંગે સત્યમાર્ગ દેખાડે તેજ તેમની દશા સુધરે. હે વિવેક ! કુળવટ છોડીને જે પરઘેર ભમે છે, એવા પુરૂષોની દુનિયાની સ્થૂલ ભૂમિમાં પણ તેવી બૂરી દશા દેખવામાં આવે છે.
જગતમાં જે પુરૂ કુળવટ છેડીને ઉન્માર્ગે ગમન કરે છે તે દુઃખી થયાવિના રહેતા નથી. પોતાની પવિત્રાઈ જાળવવી હોય તેણે કૂળવટનો ત્યાગ કરે નહિ. પોતાના શુદ્ધ ધર્મ પ્રમાણે ચાલવું અને પિતાની પવિત્રતા જળવાઈ રહે અને પોતાની ઉત્તમ દશા રહે તે
For Private And Personal Use Only