________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨) છે અને પિતાના સ્વાર્થમાટે અનેક પ્રાણીઓની હિંસા થાય તેવાં કાર્ય કરે છે. અવિરતિના નચાવ્યા લોકો સંસારમાં નાચ્યા કરે છે. અવિરતિના નચાવ્યા લોકો નાચે છે, એટલું જ નહિ પણ ભિક્ષકેની પેઠે અન્ય તરફ યાચના કરીને પિતાને કંગાલ તરીકે જણાવે છે. અવિરતિના વશમાં રહેલા પ્રાણીઓ જગતમાં સર્વ પ્રકારનું દુ:ખ પામે છે. છેવટ નરક અને તિર્યંચની ગતિમાં મોકલનાર પણ અવિરતિ છે. અવિરતિમાં સુખ માનનારા મનુષ્ય ખરાબ પરે લુંટાય છે અને પરવસ્તુની ભ્રમણમાં પોતાનું સત્યસુખ કે, જે આત્મામાં રહ્યું છે તેને દેખી શક્તા નથી. અવિરતિની સંગતિથી મનુ જગતનું ભલું કરવા સમર્થ થતા નથી. અવિરતિની સંગતિથી મનુષ્ય પોતે ઉચ્ચગુણસ્થાનકપર ચઢી શકતા નથી અને અન્યોને પોતાના આત્મા વડે પીડા કરે છે, માટે હે વિવેક ! મારે ચેતન અવિરતિના ઘેર રહી તન, ધન, અને યૌવનને હરે છે, તે મેં તારી આગળ વર્ણવ્યું. મારા સ્વામિની આટલીજ બુરી દશા થાય છે તેમ નહિ, પણ તેના કરતાં તેમની વિશેષ બુરી દશા થાય છે, તેને હવે સમતા જવે છે. कुलवट छांडी अवटऊवटपडे, मन मेहुवाने घाट । आंधो आंधो मिले बेजण, कोण देखाडे वाट.॥ बा०॥४॥
ભાવાર્થ–સમતા કથે છે કે, મારા ચેતનસ્વામી પિતાની કુળવટ છાંડીને મનરૂપ મેહુવા અર્થાત્ મેવાસીના ઘાટે જાય છે અને તેથી તે આડા અવળા માર્ગમાં ચડી જાય છે. ડુંગરમાં રહેનાર નીચ મૂર્ખ જાતને મેવાસી કહે છે, તેને ચોરી કરવાની ટેવ હોય છે. મેવાસી આડા અવળા માર્ગમાં ચાલે છે. મેવાસીના ઘાટે ચઢેલો મનુષ્ય પણ તેની સાથે જ્યાં ત્યાં આથડે છે અને તેથી તે રાજમાર્ગથી દૂર રહે છે. ચેર મેવાસી લેકે રાજમાર્ગમાં ભય આદિ અનેક કારણોથી ચાલી શકતા નથી, તેમ અત્ર મનને મેવાસીની ઉપમા આપવામાં આવી છે. મનરૂપ મેવાસી અભિમાનરૂપ ડુંગરમાં રહે છે અને તૃણારૂપ કેતરમાં પડી રહે છે, તેમજ ભરૂપ શિખરેપર વાસ કરે છે. વિષયેચ્છારૂપ ગુફાઓમાં મનમેવાસી પડી રહે છે. હિંસાભાવરૂપ ચામડાંને મનમેવાસી શરીર પર ઓઢે છે. પરિણામરૂપ બાણના ભાથાને મનમેવાસી ધારણ કરે છે. મનમેવાસી ક્રોધરૂપ કૃષ્ણતાને શરીરપર ધારણ કરે છે. મનુષ્યના વ્રતરૂપ ધનને મનમેવાસી લુંટી લે છે. આર્તધ્યાનરૂપ તરવારવડે મનમેવાસી ધમૅસ્થાનરૂપ સત્તને નાશ કરે છે. મનમેવાસી
For Private And Personal Use Only