________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩) કૃષ્ણ લેશ્યરૂપ કાળીકાનો ઉપાસક બને છે અને તેની આગળ સદાકાળ ઉભું રહે છે અને દુષ્ટાધ્યવસાયરૂપ પશુઓની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. મનરૂપ મેવાસી ચંચળતારૂપ ડાકલું વગાડે છે અને અન્ય સુવિચારોને ભય પમાડે છે. મનરૂપ મેવાસી કલેશરૂપ મદિરાના પ્યાલા પીએ છે અને દુર્ગતિરૂપ આડા અવળા માર્ગમાં પરિભ્રમણ કર્યા કરે છે. મનરૂપ મેવાસી અશુદ્ધ પરિણતિની સાથે ખેલ ખેલ્યા કરે છે અને આત્માઓના ઘરમાં ચોરી કરે છે, તેમજ અજ્ઞાનરૂપ અરયમાં જ્યાં ત્યાં સ્વેચ્છાએ આથડે છે. મનરૂપ મેવાસી કપટકળારૂપ કાતીને ધારણ કરે છે. મનરૂપ મેવાસી આશારૂપ ઝૂંપડામાં વાસ કરે છે. મનરૂપ મેવાસી ધર્મ રાજાના દેશમાં લુંટ ચલાવે છે. મનરૂપ મવાસીન ઈર્ષા, કલહ, ઉદ્વેગ આદિ પરિવાર છે. મનરૂપ મેવાસી મદેન્મત્ત થઈને અબ્રહ્મરૂપ સરોવરમાં ઝીલ્યા કરે છે. મનરૂપ મેવાસીની ક્રૂર દૃષ્ટિ છે અને તે ધર્મ રાજાની પ્રજાને પંજેળે છે. મનરૂપ મેવાસી દુષ્ટ કાર્યો કરવામાં પાછીપાની કરતો નથી. મનરૂપ મેવાસી જાતે આંધળે છે એટલે, સારાંશ કે તે સત્ય તત્ત્વને દેખી શકતો નથી, તેથી મનમેવાસી, સત્યના માર્ગમાં પ્રવેશ કરી શકતો નથી. દુર્જનની પેઠે મનરૂપ મેવાસીની સંગતિ કરતાં કંઈ મનુષ્ય સહજ સુખ પ્રાપ્ત કર્યું નથી અને કઈ કરનાર નથી. મનમેવાસી દુર્જન છે, તેથી તેની સંગતિ અસત્ કહેવાય છે.
जेवी सङ्गति तेवी असर. જગતમાં કહેવત છે કે, જેવી સંગત કરવામાં આવે છે, તેવી અસર થાય છે. શુભ પદાર્થ કરતાં અશુભ પદાર્થની વિશેષ અને જલદી અસર થાય છે. એક હડકાયું કૂતરું મનુષ્યને કરડે છે તેથી મનુષ્યને પણ હડકવા હાલે છે અને હડકવા થએલે મનુષ્ય, અન્ય મનુષ્યને કરડે છે, તે તેને પણ હડકવાયુ પ્રગટે છે, અર્થાત અન્ય અન્યને કરડવાથી વિષની પરંપરા ચાલે છે, તેમ વિષ આદિ પરમાણુઓની અસર આ દાન્ત પ્રમાણે જલદી થતી માલુમ પડે છે. દૂધના ઘટમાં દારૂ ભરવામાં આવે છે તે દારૂના પુલની વિશેષ અસર થાય છે. એક મણું દુધમાં એક રૂપૈયાભાર વિષ નાખવામાં આવે છે તે દૂધના કરતાં ઝેરની અસર વિશેષ થતી જોવામાં આવે છે. તેવી રીતે શુભ પદાર્થો પર અશુભ પદાર્થો પોતાની અસર કરવા ચૂકતા નથી. કસ્તુરીના ઘટમાં કસ્તુરીની સાથે અન્ય દુર્ગધી પદાર્થ રાખવામાં આવશે તે, કસ્તુરીને દાબી દેઈ દુર્ગધી પદાર્થ પોતાની દુર્ગધી ફેલાવશે; તે પ્રમાણે નીચા
For Private And Personal Use Only