________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬) ગ્રન્થપર આસ્તિકતા પ્રગટતી નથી. અસત્ સંગતિથી મનુષ્ય તીર્થ કરેના તની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી. અસત્ સંગતિથી મનુખે છળ પાખંડના આચારે અને વિચારે સેવે છે. અસત્ સંગતિથી મનુષ્ય જૈનધર્મની નિન્દા કરે છે, સાધુઓની નિન્દા કરે છે. કેટલાક તે મિયાજ્ઞાનની (જડવાદની) કેળવણી પામીને તપ, જપ, ધર્માનુષ્ઠાન વગેરેના સામું પણ જોતા નથી. અસત્ સંગતિથી કેટલાક પાપ અને પુણ્યને પણ માનતા નથી. અસત્ સંગતિથી મનુષ્ય મોક્ષમાર્ગથી દૂર રહે છે. અસત સંગતિથી પશુઓ અને પંખીઓ પણ પાપમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, તે મનુનું તો શું કહેવું ! મનુષ્ય ઉચ થશે વા નીચ થશે તેને અભિપ્રાય બાંધવો હોય તો, તે સારા અગર બેટા, આસ્તિક વા નાસ્તિક, સદાચારી વા ભ્રષ્ટાચારી, મનુષ્યોમાંથી ક્યા મનુષ્યની સેબત કરે છે તેને બરાબર ખ્યાલ કર. આમ્રવૃક્ષ પણ લીંબડાના વૃક્ષની સંગતિથી બગડે છે. લીંબડાનાં મૂળ અને આંબાનાં મૂલનો સંગ થયું હોય અને લીંબડાને રસ જે આંબાની ડાળીએમાં જતો હોય, તે આમ્રની મધુરતામાં ન્યૂનતા થયાવિના રહેતી નથી. પોતાની બુદ્ધિ અને સ્વાત્મ પુરૂષાર્થનો અનુભવ કવિના કુતકેવાદીઓનો સમાગમ કરવામાં આવે છે, તે ખરેખર તેનાથી હાનિ થયાવિના રહેતી નથી. અસત્ પુરૂષ કરતાં તેને સુધારવામાં પોતાનું આત્મ સામર્થ્ય વિશેષ છે, એમ ખાત્રી થતી હોય તો તેને સુધારવા બનતા પ્રયત્ન કરો. અસત્ સમાગમથી અજ્ઞાન છે ઉલટા માર્ગ ચઢી જાય છે. સંપ્રતિ સુધારાના નામે કેટલાક ધર્મના આચાર અને શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય છે, તેનું કારણ અસત્ સંગતિ અને તેઓની અપરિપકવ બુદ્ધિનું પરિણામ છે. - વર્તમાનકાલમાં લેકે બણગાની પેઠે ઉચ્ચ સ્વરથી અગડ બગડે બોલે છે, ભવાઈની ભૂંગલની પેઠે ભાષણો આપે છે, પણ તેઓના આચાર તરફ જોવામાં આવે તો કહેણ અને રહેણીમાં આકાશ અને પાતાલ એટલે ફેરફાર માલુમ પડે છે. પચ્ચીસ વર્ષના અકેળવાયેલા એક સામાન્ય મનુબમાં પ્રેમ, દેશાભિમાન, ધર્માભિમાન, પરોપકાર, દાન અને નીતિની રહેણું અને પ્રભુ પર જેવી શ્રદ્ધા હોય છે, તેવી એક કેળવાયલા વર્ગ પૈકી કઈ ગ્રેજ્યુએટને પણ હોતી નથી. કેવલજ્ઞાનીના મુખમાંથી નીકળેલા આચારેના ઉપદેશ કરતાં હાલના મનુષ્ય જે કંઈ કરે છે, તે પૂર્વના આચારોપદેશ જેવું ન હોય તેમ બનવા યોગ્ય છે. કરડે વા લાખ ભાષાના વિદ્યાભ્યાસમાત્રથી મનુષ્ય, સગુણે વિના મહાન્ થઈ શકતો નથી. અસત સંગતિથી મનુષ્ય બાલ્યાવસ્થામાંથી કુસંસ્કારને હૃદયમાં સ્થાપે છે અને
For Private And Personal Use Only