________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮૦ )
સરલતા, શક્તિ અને વિશ્વાસ વગેરે સદ્ગુણેાના નાશ કરે છે અને દોષના સમૂહથી પોતાના હૃદયને કલંકી બનાવે છે; પરભવમાં પણ તે દોષના સંસ્કારોને સાથે લેઈ જાય છે, તેથી વડના બીજમાંથી જેમ વડ પ્રગટે છે, તેમ દોષના સંસ્કારોથી અવસર મળતાં દોષ પ્રગટી નીકળે છે; માટે પુરૂષાએ પરસ્ત્રીના સંગમાં રાગી ન મનવું જોઇએ, તેમજ સકલ દેશોમાં પણ સુરીવાજના ફેલાવા કરવા પ્રયત્ન કરવા જોઇએ. આ પ્રમાણે બાહ્ય જગત્ના પુરૂષો પરસ્ત્રીના સંગથી દુઃખી થાય છે અને પરસ્ત્રી ભાગત્યાગથી તેજ પુરૂષા સુખી થાય છે, એમ જણાવીને હવે સમતા, અધ્યાત્મષ્ટિથી આત્મસ્વામિ સમન્ધી વિવેચન કરે છે.
સમતા વિવેકને કહે છે કે, હે વિવેક ! આત્મસ્વામી પરનારીના અર્થાત્ અવિરતિના ઘરમાં પ્રવેશ કરે છે, તેથી પ્રથમતા પેાતાના પ્રદેશેાની મલીનતા કરે છે અને જ્ઞાનાદિ ઋદ્ધિની હાનિ કરે છે. અવિરતિપણામાં મનઃપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રગટી શકતાં નથી, તેમજ અનંત સુખ ઋદ્ધિ પ્રગટી શકતી નથી; ઉલટું શ્રુતજ્ઞાનાદિ જે રૂદ્ધિ પ્રાપ્ત થઈ હાય છે તે પણ અવિરતિ નારીના ઘરમાં જવાથી નષ્ટ થઈ જાય છે. અર્થાત્ આત્માના ગુણાની પુષ્ટિરૂપ યૌવન પણ અવિરતિના ઘરમાં ર મતાં નષ્ટ થઈ જાય છે. ચૌદપૂર્વી, આહારકલબ્ધિધારકો, મન:પર્યેવજ્ઞાનીઓ અને અગીયારમા ગુણસ્થાનકપર ચડેલા એવા આત્માની યૌત્રનાવસ્થાને પામેલા, પણ અવિરતિના ઘરમાં રમણતા કરતાં નીચેના ગુણસ્થાનકમાં આવે છે, તેથી તે ગુણવૃદ્ધિરૂપ યૌવનને હારી જાય છે, માટે હું વિવેક! મારૂં કહેવું તમેા લક્ષ્યમાં લેશે. હું વિવેક ! મારા ચેતનસ્વામી અવિરતિ નારીના ઘરમાં જાય છે, તે બિલકુલ અયેાગ્ય છે. અવિરતિનું સ્વરૂપ અને તેના પ્રપંચને જો ચેતન જાણે તે તેના ઘરમાં જઈ રાકે નહિ. હું વિવેક ! હું અવિરતિનું સ્વરૂપ વર્ણવું હું તે કૃપા કરીને સાંભળે.
"L
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अविरतिनुं स्वरूप.
હિંસા,અસત્ય,સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ આદિથી વિરામ ન પામવા તેને અવિરતિ કહે છે. દારૂ અને માંસાદિ વસ્તુઓથી વિરામ ન પામવું, તેમજ ખાદ્ય વસ્તુઓના ભાગથી વિરામ ન પામવું તેને અવિરતિ કહેવામાં આવે છે. અવિરતિથી હિંસા વગેરેનાં પાપકૃત્ય થાય છે. અવિરતિ એજ આશ્રવનું ઘર છે. અવિરતિના પરિણામથી સમયે સમયે કર્મ બંધાય છે.
""
For Private And Personal Use Only