________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
સીએ, પણ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે તે દેશની અધેાદશા થાય છે અને તેવા દેશમાં તે વખતે કોઈ મહાન દેશોદ્ધારક અથવા ધર્મોદ્ધારક પુરૂષને જન્મ થતા નથી. વ્યભિચારી પુરૂષા અને વ્યભિચારી સ્ત્રીઓના પરસ્પરના સંબન્ધમાંથી કોઈ મહા પુરૂષના જન્મની આશા રાખવી તે વ્યર્થ છે. વ્યભિચારી પુરૂષના શરીર સત્ત્વથી ઉત્પન્ન થનાર બાળકોમાં પ્રાયઃ અદ્ભુત સામર્થ્ય પ્રગટી શકતું નથી. વ્યભિચારી પુરૂષોના ઉત્તમ વિચાર રહી શકતા નથી, તેથી તે પેાતાની સ્રીની સાથે પણ કલેશ કરે છે, અને ઘરમાં કુસંપ, અપ્રીતિ, ક્રોધ અને કલેશનાં બીજ વાવે છે અને તેથી તેનું ફળ પેાતાને ચાખવું પડે છે. વ્યભિચારી પુરૂષાને અબળાઓ જીતી લે છે. તેવા પુરૂષા દેશમાં યાદ્દાઓનું કાર્ય કરી શકતા નથી અને બહુચરાજીના ફાતડાની પેઠે પેાતાની હીન સત્ત્વ દશાને પ્રગટ કરે છે. વ્યભિચારી પુરૂષાનાં શરીર નિર્બલ થાય છે. તે ભય, ચિન્તા, વ્હેમ, અવિશ્વાસ અને ક્રોધ વગેરે દોષોને વારંવાર સેવ્યા કરે છે, તેથી અગ્નિના સ્પર્શની પેઠે તેઓનાં રૂધિર અને વીર્ય બળીને ભસ્મ થઈ જાય છે. ભય-ચિન્તા અને અત્યંત સંતાપથી તેનું હૃદય ધબકે છે. અકસ્માત્ ભયથી મગજના જ્ઞાનતંતુઓના પરપોટાએ ફાટી જાય છે અને તેથી તેએ વિકળ અને છે. વ્યભિચારી પુરૂષા તનની હાનિ કરે છે, એટલુંજ નહીં પણ તેઓ ધનની પણ હાનિ કરે છે. વ્યભિચારી શેઠીઆ પરસ્ત્રીના સંગથી લાખા વા કરોડો રૂપૈયાના ધૂમાડા કરી નાખે છે. આશ્ચર્યકારક વાત એ છે કે, જે શેઠીઆએ પેાતાના સદ્ગુરૂપર જેવા પ્રેમ ધારણ કરી શકતા નથી, તેવા પ્રેમ તેઓ પરસ્રીપર ધારણ કરે છે. વ્યભિચારી શેઠીઆએ પેાતાના વડેરા સદ્ગુરૂજન, કરતાં પરસ્ત્રીના વિશેષતઃ વિનય સાચવે છે અને તેની સેવા ચાકરીમાં ચાકરની પેઠે પ્રવૃત્તિ કરે છે. વ્યભિચારી રાજાએ પરસ્ત્રીના સંગથી રાજ્ય ખાયાં છે, વ્યભિચારી રાજાઓએ પરસ્ત્રીના સંગથી મસ્તક કપાવ્યાં છે, અર્થાત્ વ્યભિચારી રાજાઓએ પેાતાના દેશની ધૂળધાણી કરી છે. વ્યભિચારી રાજાએએ પાતાની પાછળ સારા પુત્રોને પ્રાયઃ ઉત્પન્ન કર્યા નથી. વ્યભિચારી રાજાઓએ પેાતાના દેશને પરતંત્ર કર્યાં છે. વ્યભિચારી રાજાઓએ પરસ્ત્રી લાલચથી અનીતિના માર્ગ ગ્રહણ કરીને રૂધિરની નદીઓ વહેવરાવી છે. વ્યભિચારી રાજાએ પેાતાનું વીર્ય વ્યર્થ ગુમાવી દે છે અને તેથી તે પેાતાના મનની કુટેવને વશ કરવા સમર્થ થતા નથી અને તેએ સ્વદેશ અને પરદેશને વશમાં રાખવા ઈચ્છા કરે છે એ કેવું આશ્ચર્ય છે! વ્યભિચારી રાજાઓ, ઠાકારે અને શહેનશાહેા દુષ્ટ સ્ત્રીઓના હસ્તથી ગમે તે પ્રયોગે મૃત્યુના આધીન થાય છે. વ્યભિચારી રાજાએ, ઢાકારો અને ન્યાયાધીશેા વગેરે
For Private And Personal Use Only