________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪) ભાવાર્થ–સમતા વિવેકને થે છે કે, આત્મસ્વામી પરઘેરમાં વિષય બુદ્ધિથી પરિભ્રમણ કરતાં કયો સ્વાદ લહે છે? અલબત કેાઈપણ સત્યસુખનો સ્વાદ ચાખી શકતા નથી. તન, ધન અને યૌવનની હાનિ થાય છે, પ્રતિદિવસ અપયશની જગતમાં વૃદ્ધિ થાય છે અને સ્વજને પણ તેનું કથન માનતા નથી.
જગતમાં વ્યાવહારિક દષ્ટિથી જોતાં આ બાબતના સાક્ષાત હજારે પુરાવા નજરે પડે છે. જે પુરૂષે પોતાની સ્ત્રીની હિત શિક્ષાને ત્યાગ કરીને શ્વાનની પેઠે નિલેજ થઈ પરઘેર ભમતા ભમે છે અને પરસ્ત્રીએના ફંદમાં ફસાય છે, તેથી તે કોઈ જાતનું સુખ પામી શકતા નથી. તેઓ પરસ્ત્રીઓના ગુલામ બને છે અર્થાત્ પરસ્ત્રીઓના રાગી બનીને તેઓ પતિધર્મને જલાંજલિ આપે છે.
પતિ સ્ત્રીઓને કહે છે કે, તમારે સ્ત્રીનો ધર્મ સમ્યગુરીયા પાળ જોઈએ; ત્યારે પુરૂએ પિતાને પતિધર્મ કેમ બરાબર ન પાળવો જોઈએ ? અથૉત્ પાળ જોઈએ. પતિ જે અન્ય સ્ત્રીની પાસે જાય તો તેમાં કંઈ નહિ અને સ્ત્રી અને પુરૂષની પાસે જાય છે તેને ઘરમાંથી બહાર કાઢવી; આ તે નીતિથી જોતાં અન્યાયજ કહી શકાય. જે પુરૂષે અન્ય સ્ત્રીઓનાં રૂપમાં લુબ્ધ બને છે તે ખરેખર અજ્ઞાની છે. તેઓ પોતાના આત્માને અધર્મના ખાડામાં ઉતારે છે. પિતાની સ્ત્રીને જેમ પતિવિના અન્યના ઉપર વિષયાભિલાષની વૃત્તિથી જેવું યુક્ત નથી, તેમ પુરૂષને પણ પોતાની સ્ત્રીવિના અન્ય સ્ત્રી ઉપર વિષયાભિલાષની દૃષ્ટિથી જેવું યોગ્ય નથી. જે પુરૂષો પિતાની સ્ત્રીઓને ક્રોધવડે મારે છે કૂટે છે અને તેઓનું બુરું કરવા પ્રવૃત્તિ કરે છે, તેઓ કદી કલેશ રહિત અવસ્થા ભેગવી શકતા નથી અને તેઓ કદી પિતાની સ્ત્રીઓનું પણ ધર્મરૂપ શ્રેયઃ કરવા સમર્થ થતા નથી.
પુરૂષો પોતાની સ્ત્રીઓને મૂકી અન્યને ઘેર ભટકે છે તેથી તેઓ અતે નષ્ટ થાય છે. મોટા મોટા બાદશાહે પણ પરસ્ત્રીના પાશમાં ફસાઈને અને મહા દુ:ખી થયા; મુસલમાનોનું દિલ્હીનું રાજ્ય પ્રાયઃ તેવા કારબેથી ચાલ્યું ગયું. પુરૂષ, જે લગ્નની વખતે પ્રતિજ્ઞા કરે છે તે પરસ્ત્રીને સંગી થવાથી નભાવી શકતા નથી. પરસ્ત્રીને સંગી મનુષ્ય, ચેષ્ટાઓમાં વિષય ઘેલો બની જાય છે અને તેથી તે વીર્યનો નાશ કરે છે અને તેથી તે પિતાનું શરીર સામર્થ્ય વ્યર્થ ગુમાવે છે, અર્થાત અનેક પ્રકારના રોગોને બેલાવે છે. પરસ્ત્રીસંગિ વ્યભિચારીઓને અનેક પ્રકા૨ના રોગ થાય છે અને તેથી તેઓ રાત્રી દીવસ પીડાતા પડી રહે.
For Private And Personal Use Only