________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ ) શકાતું નથી. કર્મમાં લખ્યું હશે તેમ થશે એમ બોલીને બેસી ન રહેવું જોઈએ. શ્રી મહાવીરસ્વામી કર્મમાં લખ્યું હશે તેમ જાણીને બેસી રહ્યા નહોતા; તેઓ શ્રી તે સાધુ થઈને ઉદ્યમમાં તલ્લીન બન્યા હતા. ઉદ્યમથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાંગે બાંધેલાં ભેગાવલી કર્મસિવાય, બાકીનાં ઘાતી કર્મને નાશ થાય છે. શુભ પરિણુંમથી અશુભ કર્મનો નાશ થાય છે. શુભરાગ અને દ્વેષ સહચારિ પરિણુમને શુભ પરિણુમ કહે છે અને અશુભ રાગ અને દ્વેષ સહચારિ પરિણામને અશુભ પરિણામ કહે છે. અશુભ પરિણામને ટાળવાને માટે શુભ પરિણામના હેતુઓને અવલંબવાની જરૂર છે. અને શુદ્ધ પરિણામ કરવાને માટે શુદ્ધ પરિણામના હેતુઓને અવલબવાની જરૂર છે. વેરઝેર, હિંસા, જઠ, ચોરી, ભય, કામ, ચિત્તા અને શેક, વગેરેના વિચારોને અશુભ પરિણામ કહેવામાં આવે છે. ભય શેક, વૈર, અને ગુસ્સાના વિચારથી શરીરની પ્રકૃતિ બગડે છે, કેમકે મનને અને શરીરને અત્યંત નિકટ સંબધ છે. મનમાં ઉત્પન્ન થએલા ખરાબ વિચા૨ના પરિણામની અસર શરીરપર થયા વિના રહેતી નથી, તેમજ શરી૨૫૨ થયેલી અસરથી વાયુ, પિત્ત અને કફના વિકાર થાય છે અને તેથી અનેક રોગોની ઉત્પત્તિ થાય છે. રેગત્પાદક કર્મની ઉદીરણું કરનાર તથા વાયુ, પિત્ત અને કફની વિષમતા કરનાર ખરેખર-ગુસ્સાના શોકના તથા-ભયના અશુભ વિચારે છે. ગુસ્સાન, વૈરના, ભયના, શેકના ખરાબ વિચારે, રેગો તથા માનસિક દુ:ખજ ઉત્પન્ન કરીને બેસી રહેતા નથી, પણ તેઓ તો આત્માને પણું કર્મથી ભારે કરે છે અને તેથી આતમા ભવિષ્યમાં અનેક અવતાર ધારણ કરે છે, તથા જન્મ, જરા મરણનાં દુઃખ પામે છે. અશુભ પરિણામોથી અશુભ કર્મની ઉદીરણું પણ થાય છે, તેથી અશુભ વિચારો કેઈરીતે પિતાના આત્માનું તથા અન્યને આત્માનું શ્રેયઃ કરી શકતા નથી. ભય, શેક, હિંસા અને ગુસ્સા વગેરેના અશુભ પરિણામથી તે ખરાબ વિચારોવાળા હૃદયમાં સૂક્ષ્મ સંસ્કાર પડે છે અને તેથી ભવિષ્યકાલમાં તીડના ઈંડાંની પેઠે તે કવિચાર પ્રગટી નીકળે છે અને તેથી આત્માની અગતિ થાય છે; માટે અશુભ વિચારેનાં પરિણામને તે હદયમાં ઉત્પન્ન થતાંજ વારવાં જોઈએ. શુભ વિચારેના પ્રવાહને ગંગા નદીની પેઠે હૃદયમાં વહેવરાવ. પ્રાણ જાય તો ભલે જાઓ પણ અશુભ વિચારોને તો હદયમાં પ્રગટ થવા દેવા નહિ; એવો દઢ સંકલ્પ કરીને તે પ્રમાણે વર્તવાથી માનસિક કુવિચારે બંધ થતાં શુભ પરિણામની ધારા હદયમાં વહે છે અને તેથી અશુભ કર્મ (પાપકર્મ) પણ પુણ્યના ફલરૂપે પરિણમે છે અને શુભ કર્મ વિપાકની ઉદીરણું થાય છે, અર્થાત્ અશુભ
For Private And Personal Use Only