________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૧ ) હરકત કરવામાં આવે છે તો પરભવમાં તે હરકત કરનારની આંખે કેઈ જાતને રેગ થાય છે. શ્રી મહાવીર સ્વામીએ પૂર્વ ભવમાં શાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું હતું, તેથી શ્રી વીરપ્રભુના ભવમાં ગોપે તેમના (પ્રભુના) કાનમાં ખીલા માર્ય. જે જે પ્રકારનું જે જે નિમિત્તે અન્યને દુઃખ થાય એવું કર્મ કરવામાં આવે છે તે તેનું ફળ પણ કર્તાને ગમે તે ભવમાં પ્રાયઃ તેવી રીતે ભેગવવું પડે છે. કેઈના પગને છેદવામાં આવે છે તો, આવતા ભવમાં તે પગ છેદનારના પગ છેદાય છે. કોઈને આળ ચડાવવામાં આવે છે તે, સીતાની પેઠે આળનું દુઃખ ભેગવવું પડે છે. કેઈને નીચ કહેવામાં આવે છે તે, તેનું ફળ પણ નીચ થઈને ભેગવવું પડે છે. જે આઘાત તેવો પ્રત્યાઘાત એ નિયમ કર્મમાં પણ જોવામાં આવે છે; અર્થાત જેવાં કર્મ કરવામાં આવે છે તેવાં ભેગવવાં પડે છે.
ઘાતી અને અઘાતી એવા કર્મના બે ભેદ છે. ઘાતી કર્મને નાશ કરતાં અઘાતી કર્મ સ્વયમેવ ટળી જાય છે. ઘાતી કર્મમાં પણ મોહનીય કર્મ બળવાનું છે. સર્વ કર્મમાં મેહનીય કર્મ રાજાસમાન છે. મેહનીય કર્મને નાશ થતાં સર્વ કર્મનો નાશ થાય છે. મેહનીય કર્મને નાશ કરવાની ખાસ જરૂર છે. ક્રોધ, માન માયા અને લોભ તેના સોળ ભેદ છે. નવ નોકષાય અને મિથ્યાત્વ એ મેહનીય કર્મના ભેદ અવબેધવા. મોહનીય કર્મનું એટલું બધું બળ છે કે મોટા મોટા ઈન્દ્રાદિઓને પણ ધ્રુજાવી દે છે. કર્મ બળવાનું છે છતાં આત્માના શુદ્ધ બળથી તેને નાશ થાય છે. ઉદ્યમથી કર્મનો નાશ થાય છે. ઉદ્યમવડે જ્યારે ત્યારે પણ કર્મને જીતી શકાય છે. કર્મ જડ છે અને આત્મા ચેતન છે. ચેતન પિતાના સ્વરૂપમાં રમતા કરે તે કર્મ નષ્ટ થયાવિના રહેતું નથી. સંવરતત્ત્વના આરાધનવડે સકલ કર્મનો નાશ થાય છે. જ્યારે ત્યારે પણ કર્મનો નાશ કર્યાવિના આત્માને ખરું સુખ પ્રાપ્ત થવાનું નથી. વિષય લાલસાઓને પ્રથમ હઠાવવી જોઈએ. જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરવાથી કર્મ ટળવા લાગે છે અને આત્માના જ્ઞાનાદિ ગુણે પ્રગટવા લાગે છે. શ્રી મહાવીર પ્રભુએ બાર વર્ષપર્યંત ધ્યાન ધર્યું ત્યારે મોહનીય કર્મનો નાશ કર્યો; એકદમ કંઈ કમે નષ્ટ થતું નથી. પ્રથમ સદ્ગુરૂઓ પાસેથી તેનું સ્વરૂપ સમજવું જોઈએ. કેટલાક લોકો કર્મમાં લખ્યું હશે તેમ થશે, એમ માની લેઈને ઉદ્યમ બિલકૂલ કરતા નથી, તેઓ જાણે કર્મના દાસ બની ગયા હોય તેમ દેખાય છે. કેવલજ્ઞાનવિના કયા કર્મને ઉદય છે તે જાણી શકાતું નથી, માટે ઉદ્યમ કરવો જોઈએ, ઉદ્યમ કર્યા વિના કર્મને ઉદય છે કે નહિ તે જાણી
For Private And Personal Use Only