________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦) પણું પ્રાપ્ત થાય છે તે દશાને ધારણ કરવી પડે છે, નામકર્મથી શરીરને સંબધ ધારણ કરતાં ઉચ્ચ વા નીચળમાં અવતાર થવારૂપ ગોત્ર કર્મ પ્રાપ્ત થાય છે અને ઉચ્ચ વા નીચ અવતારમાં ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ વગેરેમાં વિદ્ધ કર્મ આવીને ખડું થાય છે, તેથી ગોત્ર કર્મ પશ્ચાત અંતરાય કર્મ જાણવું.
એક સમયમાં મિથ્યાત્વાદિ પરિણામ યોગે આમા સાત અગર આઠ કર્મને બાંધે છે. કર્મનું સ્વરૂપ અત્ર વિશેષ પ્રકારે વર્ણવવામાં આવે તો કર્મની વ્યાખ્યાનોજ એક મહાનૂ ગ્રન્થ બની જાય, પણ અન્ય કર્મ ગ્રન્થ વગેરે ગ્રન્થોમાં તેનું વિશેષ સ્વરૂપ થવામાં આવ્યું છે, માટે અત્ર વિશેષ લખવાની જરૂર રહેતી નથી.
કર્મના સંબધેથી જીવો ચોરાસી લક્ષ જીવનમાં પરિભ્રમણ કરે છે અને ત્યાં કર્મનો ઉદય ભોગવવો પડે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગથી કર્મ બંધાય છે, માટે મિથ્યાત્વાદિનો નાશ કરવા પ્રયત્ન કરવો. " કર્મ ગમે તેવું બળવાનું છે અને તે આત્માના ગુણને ઘાત કરે છે, તો પણ તેનો નાશ કરીને અનેક જીવો મુક્તિપદ પામ્યા, મહા વિદે. હમાં પામે છે અને પામશે. સંસારી જો કર્મના વશમાં છે તોપણ તેઓ સદગુરૂ થકી બોધ પામીને કમને જીતવા સમર્થ બને છે. કર્મના વિપાકો ભેગવતાં સમતા રાખવાની ખાસ જરૂર છે. જન્મ જરા અને મરણના દુઃખને વિસ્તારનાર કર્મ છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર કર્મ છે, પણ તે કર્મ ઉદયમાં આવે ત્યારે દીન ન બનવું જોઈએ. કમને વિપાક ભગવતી વખતે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરવાથી નવીન કર્મની પરંપરા વૃદ્ધિ પામે છે. જો કર્મ બાંધતી વખતે ઉપયોગ ન રાખે અને ભગવતી વખતે રડે તેથી શું વળે? કર્મ બાંધતી વખતે ચેતવાની ખાસ જરૂર છે.
રાગ અને દ્વેષ એ ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મને નાશ કરવો હોય તે ભાવ કર્મનો નાશ કરવો જોઈએ. રાગ અને દ્વેષથી જે કર્મ બંધાય છે તેમાં રસનો બંધ પડે છે. મન વચન અને કાયાથી કર્મ બંધાય છે, પણ રાગ દ્વેષની પરિણતિવિના ચીકણું કર્મ બંધાતાં નથી. જે જે કર્મ કરવામાં આવ્યાં હેય તેને પશ્ચાત્તાપ કરવાથી બાંધેલાં કર્મ પણ ટળી જાય છે; પ્રતિક્રમણની આવશ્યક્તા તે માટે સ્વીકારવામાં આવી છે. રાચી માચીને જ નિકાચિત કર્મ બાંધે છે. નિકાચિત કર્મના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ આદિ ભેદ પડે છે; ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે નિકાચિત કર્મ બાંધ્યું હોય છે, તે જોગવ્યા વિના છૂટકે થતું નથી. કોઈની આંખે
For Private And Personal Use Only