________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૮ ) આવે છે. જેન શાસ્ત્રોના સંબન્ધમાં આવેલા બ્રાહ્મણોએ પરાણે રચ્યાં છે, તેથી તેઓએ કર્મનો સિદ્ધાન્ત સ્વીકાર્યો છે, એમ કેટલાક આર્યસમાજીઓ કહે છે; જે કે જૈનેતર દર્શનકારીઓએ કર્મનો સિદ્ધાન્ત મા છે તો પણ ખુલે ખુલ્લું કહેવું પડે છે કે, જૈનદર્શનમાં જેવું કર્મનું સ્વરૂપે વર્ણવ્યું છે તેવું અન્ય દર્શનના વિદ્વાનોએ વર્ણવ્યું નથી. જૈન શાસ્ત્રોમાં લખેલું કર્મનું સ્વરૂપ વાંચવામાં આવે તો તેને પૂર્ણ અભ્યાસી એવા ઉદ્ધાર કાઢશે કે, કર્મનું આવું સ્વરૂપે વર્ણવનાર સર્વરાજ હવે જોઈએ અને તે કર્મનું સ્વરૂપ શ્રી મહાવીરે પ્રતિપાદું છે, તેથી તે કેવલજ્ઞાની છે એમ માનવાની આપોઆપ ફરજ પડવાની. શ્રી કેવલજ્ઞાની મહાવીર પ્રભુએ, જે કર્મનું સ્વરૂપ વર્ણવ્યું છે તેનો અનુભવ બરાબર થાય છે. શ્રી મહાવીર પ્રભુના વખતમાં થનાર ગૌતમબુદ્ધે પણ પિતાના ભક્તોને કહ્યું હતું કે “રૂર જુનવતા રાજા ને ગુસ્સો હતો તેના વિશેન પદે વિજોરિ મિક્ષત્રઃ”હે ભિક્ષકો ! અહીંથી એકાણુમાં ભવમાં મેં શક્તિ વડે પુરૂષને હર્યો હતો, તેથી આ ભવમાં મારે પગ વિંધાવે છે, આવા ગૌતમ બુદ્ધના વાક્યથી પણ કર્મની થીઅરી સર્વ મનુષ્યને માન્યાવિના છૂટકે થવાને નથી. કર્મનો સિદ્ધાન્ત માન્યાવિના પુનર્જન્મનો સિદ્ધાન્ત ટકી શકતો નથી; જૈનશાસ્ત્રોમાં પ્રતિપક્ષીઓની સેંકડે દલીલો તોડીને કર્મસિદ્ધાન્તનું સમર્થન કર્યું છે. જૈન શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે આત્માનું સ્વરૂપ માન્યાવિના કર્મનો સિદ્ધાન્ત સિદ્ધ કરતો નથી.
કર્મ પુદ્ગલરૂપ છે તેથી તે મૂર્તિ છે, મૂર્ત એવું કર્મ આત્માને ઉપઘાત કરવા સમર્થ થાય છે. “
અર્થતંજવાળ” પ્રવાહ વડે કર્મ અનાદિકાળનું છે. પ્રશ્ન-આત્માની સાથે અનાદિકાળથી કર્મને સંગ છે ત્યારે તેને વિયોગ કેવી રીતે થાય?
ઉત્તર-અનાદિ સંગ છતાં પણ જેમ કાચ્ચન અને ઉપલનો (માટીનો) વિગ દેખવામાં આવે છે, તેમ આત્માની સાથે લાગેલા કર્મને પણ સમ્યગૂ જ્ઞાનાદિ સામગ્રીવડે વિયોગ થાય છે. અનાદિકાળથી બીજમાંથી અંકર અને અકરમાંથી બીજ થવાને સંબન્ધ ચાલ્યો આવે છે, છતાં બીજને બાળી નાખવામાં આવે છે તે; તેમાંથી પશ્ચાત અનાદિથી ચાલતો આવેલે અંકુરજનન ધર્મસ્વભાવ વિનાશ પામે છે, તે પ્રમાણે આત્માની સાથે અનાદિકાળથી કર્મ લાગેલું છે છતાં પણ આત્મજ્ઞાનાદિ સામગ્રીવડે અનાદિ કર્મપ્રવાહનો નાશ થાય છે.
કર્મબન્ધના ચાર ભેદ છે, પ્રકૃતિબન્ધ,સ્થિતિબન્ધ, રસબન્ધ અને પ્ર
For Private And Personal Use Only